છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વાર સમગ્ર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓેને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ અનડીટેક ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુંસંધાને એચ.એચ.રાઉલજી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે, છોટાઉદેપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીઓ ચોરીનો મુદામાલ વેચવા જનાર છે. અને તેઓ હાલ છોટાઉદેપુર પેટ્રોલપંપ ચોકડી પાસે આવેલ હોવાની હકીકત આધારે સદરી જગ્યા ઉપર જઇ જોતાં વર્ણન મુજબના ઇસમોને કોર્ડન કરી ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત ઘરફોડ ચોરીના ગુના બાબતે પુછપરછ કરતા ઉપરોકત બન્ને ઇસમોએ સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલમાં ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


