Gujarat

નવસારીમાં પરિણીતાએ અભયમની મદદ માંગી પોતાના બાળકને મેળ્વ્યો

નવસારી
ગુજરાતમાં હાલ મહિલાઓની વહારે સૌથી પહેલા તાત્કાલિક મદદે આવે છે ૧૮૧ અભયમની ટીમ ત્યારે નવસારીના એક ગામમાં મહિલાનું દોઢ વર્ષનું બાળક સાસરિયાએ લઇ લેતા મહિલાએ ૧૮૧ની ટીમની મદદ માગી હતી. મહિલાનો કોલ મળતા અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૮૧ની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણા મળ્યું કે, તેમની સાસરી પક્ષમાં બે વહું છે. જેમાં એક વહું પાસે જ બધુ કામ કરાવવામાં આવતું હતું. જેના કારણે ઘરના કામને લઇ અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જ્યારે સાસુ દ્વારા મહિલાની વધારે હેરાનગતિ કરવામાં આવતી હતી. આ બાબતે મહિલા પતિને જાણ કરી હતી, પરંતુ પતિએ સહકાર આપ્યો ન હતો અને મહિલાને પિયરમાં જતા રહેવા કહ્યું હતું. જાેકે, તેનું દોઢ વર્ષનું બાળક સાસરીમાં જ હતું. મહિલાએ પોતાનું બાળક માંગતા સાસરી પક્ષે ધરાર ના પાડી દીધી હતી. જેથી મહિલાએ અભયમની ટીમને જાણ કરી હતી. ૧૮૧ની ટીમે મહિલા અને તેના પતિ સહિત સાસરી પક્ષને સમજાવ્યો હતો. બાળકને અત્યારે સૌથી વધારે માતાની જરૂર છે અને ઘર કંકાસમાં બાળકનું ભવિષ્ય બગડી જશે. આમ સમજાવી અભયમની ટીમે મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *