મહિલાઓ સહિત નામાંકીત વ્યક્તિઓ વોટ્સઅપ ગ્રુપમાં એડ હતા.
જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણી અને સાવજ ડેરીના પૂર્વ ચેરમેન રામશી ભેટારીયા દ્વારા ગઈકાલે વોટસઅપ ગ્રુપમાં બીભત્સ ઇમોજ વાઇરલ કરાતા જૂનાગઢ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે ગ્રુપમાં GIF વાયરલ થયેલ હતી.તે ગ્રુપમાં મહિલાઓ સહિત જૂનાગઢ જિલ્લાના નામાંકીત વ્યક્તિઓ પણ જોડાયેલા હતા.જાણ થતાની સાથે જ GIF ડીલેટ કરી નાખ્યું હતું.આ બાબત ને લઈ પત્રકારો દ્વારા રામશી ભેટારીયા નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે નાના બાળક દ્વારા ભૂલ થી પોસ્ટ થઈ ગયેલ છે.પરંતુ અગાઉ પણ આવી જ પોસ્ટને લઇ રામશી ભેટારીયા વિવાદમાં આવેલ હતા.અને ફરીવખત આવી જ પોસ્ટ શેર કરાતા જૂનાગઢ જિલ્લા ભાજપ અને વંથલી તાલુકા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


