આંતરરાજ્યો અને જિલ્લાઓમાં થોકબંધ ગુન્હાઓ આચર્યા હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો
સાગર નિર્મળ
જૂનાગઢ
એક સાથે 51 ગુન્હા ઉકેલવામાં પોલીસને મળી સફળતા
૫૨,જેટલા એટીએમ કાર્ડ, મોબાઈલ, ગાડી,રોકડ,સોનુ,સહિત ૮ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો
બેન્કમાં પૈસા ઉપાડવા આવતા અભણ તથા વૃધ્ધ લોકોને વિશ્વાસમાં લઇ એ.ટી.એમ. કાર્ડ બદલી ચોરી કરી
તેઓના ખાતામાંથી પૈસા ઉપાડી લઇ વિશ્વાસઘાત કરતી આંધ્રપ્રદેશની આંતરાજ્ય ગેંગના બે ઇસમોને પકડી
પાડી રોકડા રૂ.૮૩,૧૦૦,તથા સોનાના બિસ્કીટ – ૨ કિ.રૂ.૭૫,૦૦૦,તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂ.૮,૨૮,૨૦૦.નો મુદામાલ રીકવર કરી ગુજરાત રાજ્યના – ૬ જીલ્લા તથા ૬ રાજ્યોના મળી કુલ –
૫૧ અનડીટેકટ ગુન્હાઓનો જૂનાગઢ એલ.સી.બી.ની ટીમે પર્દાફાસ કર્યો હતો
જૂનાગઢ રેન્જનાં ડી.આઇ.જી, અને
પોલીસ અધિક્ષક દ્વારા સુચના આપવામાં આવી હોય જિલ્લામાં બનતા ચોરીઓના અનડીટેક્ટ ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અને આવા આરોપીઓને શોધી કાઢી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા અને મુદામાલ રીકવર કરવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ
બ્રાન્ચના પી.આઈ.ભાટી, ના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા ચોરીઓના બનાવો અટકાવવા અને બનેલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સનો ઉપયોગ તથા બનાવ વિસ્તારના આજુ-બાજુના સીસીટીવી ફુટેજો મેળવી
આવા બનાવો ડીટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હોય, તે દરમ્યાન પી.આઈ. ભાટી તથા એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્સ હકિકત મળેલ કે આંધ્રપ્રદેશ રાજ્યની ગેંગના માણસો કે જે કોઇપણ બેંકના એટીએમ ખાતેથી વૃધ્ધ અથવા અભણ માણસોને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમની પાસેથી એટીએમ કાર્ડના પીન નંબર મેળવી એટીમકાર્ડની ચોરી કરી એટીએમ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી ચોરી કરતી ગેંગના બે માણસો કર્ણાટક રાજ્યના પાસીંગની
હોન્ડા કંપનીની સીવીઆર ફોર વ્હીલમાં આંટા ફેરા કરે છે અને હાલ આ ઇસમો જૂનાગઢ ખલીલપૂર રોડ ઉપર સિધ્ધીવિનાયક સોસાયટી નજીક ઉપરોક્ત કાર સાથે ઉભેલ છે,તેવી ચોક્ક્સ બાતમી મળતા ઉપરોક્ત સ્થળે એલ.સી.બી. ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હોન્ડા કંપનીની લાલ કલરની સીવીઆર જેના નં.કેએ-૦૩-એમએચ-૨૨૯૯ માંથી બે ઇસમોને અલગ-અલગ ૫૨, જેટલા એટીએમ કાર્ડ સોનાના બિસ્કિટ રોકડ મોબાઇલ ફોન સહિત અન્ય માલ સામાન મળી કુલ રૂ.૮,૨૮,૨૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે જૂનાગઢ શહેરના “બી” ડીવીજન પોલીસ સ્ટેશન સોપી આપવામાં આવેલ છે.
પોલીસ તપાસ દરમ્યાન ઝડપાયેલ આરોપીઓ જેમાં આરોપી(૧) ક્રિષ્નામૂર્તી રેડ્ડપ્પા સુનપુશેટી, બલીજા, ઉવ.૪૪ ધંધો. હોટલનો રહે. ૫/૨૫ કોકન્ટી
ક્રોસ ગામ, મસ્જીદની પાસે, તનકલૂ મંડલ તા.કદીરી જી. અનંતપૂર આંધ્રપ્રદેશ તથા
(૨) મોહના વેંકટરમના ચીન્થલા, ગૌડ ઉવ.૨૮ ધંધો. ડ્રાઇવીંગ રહે. પીલર, રાજીવનગર કોલોની, તા.પીલર જી.ચીતૂર આંધ્રપ્રદેશ ઉપરોક્ત બંન્ને આરોપીઓને પૂછપરછ દરમિયાન પકડાયેલ ઇસમો અલગ-અલગ રાજ્યની અંદર કોઇપણ શહેરમાં આવેલ એસ.બી.આઇ.ના એટીએમ ખાતે જાય છે અને ત્યા મોટી ઉમરના અથવા અભણ લોકો પૈસા ઉપાડવા આવે અને તેમને પૈસા ઉપાડતા આવડે નહી. જેથી તેમને મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ લઇ તેમની પાસેથી પીન નંબર જાણી તેમને જેટલા રૂપિયા જોતા હોય. તે એટીએમમાંથી ઉપાડી તેમને આપી,અને આ રીતે તેમનો વિશ્વાસ કેળવી આ વ્યક્તિએ તેનું એટીએમ કાર્ડઆરોપીઓને આપેલ હોય, તે તેને પાછું આપવાના બદલે અગાઉ ચોરી કરેલ હોય. તે એટીએમ કાર્ડ આરોપીઓ આ વ્યક્તિને આપી ત્યાથી નિકળી નજીકના બીજા કોઇપણ એટીએમએ જઇ રીકડા રૂપિયા ઉપાડી લે છે અથવા સોનાના દાગીના તથા અન્ય ચીજવસ્તુ આ એ.ટી.એમ કાર્ડ સ્વાઇપ કરીને તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા અને આ રીતે અલગ અલગ રાજ્ય તેમજ અલગ અલગ જિલ્લાઓમાં કુલ ૫૧ ગુન્હાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી.


