Gujarat

જુનાગઢ પોલીસની તીસરી આંખ નેત્રમ શાખા દ્વારા લોકોને ખોવાયેલી વસ્તુ પરત મળતાં ખુશખુશાલ

સાગર નિર્મળ
જૂનાગઢ
જોષીપરા માંથી ખોવાયેલ લેપટોપ બેગ, અને ભવનાથ વિસ્તાર માંથી ખોવાયેલ બેટરી મૂળ માલિકને પરત અપાવી
જૂનાગઢ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રસ્તામાં પડી ગયેલ રૂ. ૪૨,૦૦૦.ની કીમતનું લેપટોપ તેમજ ભવનાથ વિસ્તારમાં ચકડોળ ચલાવી આજીવીકા મેળવતી મહિલાની ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ  રૂ.૫,૦૦૦.ની કીંમતની ઇલેકટ્રીક બેટરી પણ જુનાગઢ પોલીસ અને નેત્રમ શાખાના અધિકારીઓ દ્રારા શોધી આપવામાં આવી હતી
ચાંદનીબેન પરમાર  રહે. જોષીપરા જુનાગઢ  તા. ૧૬, જૂન ૨૦૨૨ ના રોજ પોતાના દાદા અમૃતભાઈ સાથે મોટર સાયકલમાં જૂનાગઢ ગાંધીચોક થી ટજોષીપરા પોતાના ધરે જતા હતા ત્યારે *મોટરસાયકલ ના હુકમાં પાછળના ભાગે રાખેલ રૂ. ૪૨,૦૦૦. ની કિંમતનું લેપટોપ સહિતનું બેગ રસ્તામાં ક્યાંક પડી ગયેલ. આ લેપટોપ ભવિષ્યમાં મળવુ મુશ્કેલ હોય, તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. ચાંદનીબેન દ્રારા આ બાબતની જાણ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર. પટેલને કરતા પી.આઇ. એન.આર. પટેલ દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી તથા જૂનાગઢ એસ.પી. દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલબ મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના આપવામાં આવેલ,
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ બી.ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર. પટેલ, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ,એન્જીનીયર મસુદઅલી ખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ચાંદનીબેનના દાદા અમૃતભાઇ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા અમૃતભાઇ જૂનાગઢ ગાંધીચોક થી જોષીપરા જતા હોય અને કેમેરામાં જોષીપરા સુધી લેપટોપની બેગ નજરે પડેલ,અને છેલ્લે જોષીપરા અગ્રાવત ચોકમાં કેમેરામાં આ લેપટોપ બેગ જોવા મળેલ. અને આ અગ્રાવત ચોકથી તેમનુ ધર નજીક હોય જેથી અનુમાન લગાવેલ કે અગ્રાવત ચોક આસપાસ બેગ પડી ગયું હોય શકે,અગ્રાવત ચોક સ્થળ ઉપર તપાસ કરતા કોઈ દુકાન વાળા ભાઈને આ લેપટોપ બેગ મળેલ પરંતુ આ લેપટોપ કોનું હોય તેની કોઈ ઓળખ ના મળેલ હોય જેથી તેમણે સાચવીને રાખેલ .
અમૃતભાઇને પોતાની પૌત્રીનું રૂ. ૪૨,૦૦૦. ની કિંમતનુ ખોવાયેલ લેપટોપ જૂનાગઢ પોલીસ દ્રારા  *સહિ સલામત પરત અપાવવા માટે કરેલ સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અમૃતભાઇ તથા ચાંદનીબેન પરમાર  દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
આવી રીતે ભવનાથ વિસ્તારમાં ચકડોળ ચલાવી આજીવીકા મેળવતી મહિલાની ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ  રૂ.૫,૦૦૦. કીંમતની ઇલેકટ્રીક બેટરી નંગ-૫ જૂનાગઢ પોલીસ દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી ખોવાયેલ ઇલેકટ્રીક બેટરીઓ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ગીતાબેન દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

IMG-20220624-WA0130.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *