Gujarat

પીઠાઇ પ્રા.શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પીઠાઇ પે સેન્ટર પ્રાથમિક શાળા.તા-કઠલાલમાં. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરીને કરાઈ ઉપસ્થિત મુખ્ય મહેમાનો માં વન સંરક્ષક રામ કુમાર,લાયઝન અધિકારી તેમજ આર.એફ.ઓ.આશાબેન રાજ,લાયઝન અધિકારી વિજય કુમાર દેસાઈ  આ ઉપરાંત કઠલાલ તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી,ભાજપ બક્ષીપંચ મોરચા ના કોશાઅધ્યક્ષ ગોવિદભાઈ શર્મા ,શાળાના આચાર્ય ચિરાગભાઈ પટેલ ,શાળાના તમામ શિક્ષકો ,આગેવાનો ,ગ્રામજનો અને એસ.એમ.સી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
 ત્યારબાદ શાળામાં સારા માર્ક સાથે ઉર્તીણ થયેલ વિધાર્થીઓનું સમ્માન ઉપસ્થિત મહેમાનો દ્વારા કરાયું હતું જયારે વિધાર્થીઓને શિક્ષણ કીટ ને અન્ય સહાય દાતાઓ તરફ થી આપવામાં આવી હતી.
કાર્યક્રમ ના અંતમાં ધોરણ ૧ માં વિધાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારબાદ મહેમાનો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
2 Attachments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *