Gujarat

સંતરામપુરમાં પાંચ વર્ષની બાળકી વીજપોલને અડતાં કરંટ લાગ્યો

સંતરામપુર
સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજપોલના ખુલ્લા વીજ વાયરોના કારણે ૫ વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણાને કરંટ લાગ્યો હતો. જેથી બાળકીને બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી તેને દૂર કરી હતી. ઘટનાને લઈને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સારી છે, પરંતુ વરસાદ ચાલુ થતાં જ થાંભલા ઉપરથી કરંટ ઊતરવાની ઘટના બની હતી. બાળકી પોતાના ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જાેખમ વધ્યું છે. પરિવારે એમજીવીસીએલ માં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. પરંતુ કોઈ કર્મચારીએ આવીને કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. હાલમાં આવી જ રીતે વિસ્તારના અન્ય વીજ પોલમાં પણ કરંટ ઉતરતા સ્થાનિક લોકોમાં એમજીવીસીએલ સામે રોષ જાેવા મળી રહ્યો છે અને બાળકીને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોની હોત, તેવા પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં ૫ વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, પરિવારના લોકો અને સ્થાનિકોએ બાળકીને લાકડી વળે વીજ પોલથી અલગ કરી રહ્યા છે.

The-girl-clung-to-the-power-pole.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *