પાટણ
પાટણના હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા અને પેટ્રોલપંપનો ધંધો કરતા હર્ષદકુમાર દશરથલાલ રાવલે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.૩૦/૪/૨૨ના રોજ રાધનપુર ખાતે રહેતી એક મહિલાના ઘરે જાપ કરવા સારૂ આવ્યો હતો અને જાપ મંત્રો પુર્ણ કર્યા બાદ માયા રાણા નામની મહિલાનો ફોન આવેલો અને મને કહ્યુ હતુ કે, તમે મારા ઘરે આવો અને લોનનુ કામ કરી આપો. ત્યારબાદ હું બપોરે માયાના ઘરે ગયેલો અને માયા મને તેના ઘરે બેસાડી તે ઘરની બહાર જઇ ગઇ હતી. થોડી વાર બાદ માયા તેમજ બે અજાણ્યા પુરૂષો ઘરમાં અચાનક આવી મને કહેલું કે, તું અહીંયા કેમ આવ્યો છે? તેમ કહી મને માર મારવા લાગ્યા હતા. આ સમયે મહિલાએ દુષ્કર્મનો ખોટો કેસ કરવાની ધમકી આપવા લાગી હતી. આ સમયે અન્ય એક ઈસમે તેની ઓળખાણ અમે જાડેજા છીએ તેમ આપી બળજબરીપૂર્વક મારો બિભત્સ વીડિયો ઉતારી ફોટા પાડ્યા હતા. એટલું જ નહીં મારી પાસે રૂ.૧૦ દસ લાખની માંગણી કરી હતી. આ સમયે હું ગભરાઈ ગયેલા હોવાથી તેઓને રૂ. ૫ લાખ આપવાનુ કહેતા અચાનક ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ તેને ફરી ધોકા વડે માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આમ તે દિવસે તેઓને હારીજ ખાતેથી રૂ. ૭૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ રૂ. ૨ લાખ, રૂ.૧ લાખ, રૂ, ૧.૨૦ લાખ, રૂ. ૧૦ હજાર એમ કુલ મળી રૂ. પાંચ લાખ આપ્યા હતા. તેમ છતાં તેઓએ ફરી મારી પાસે પૈસાની માંગણી કરતા આખરે તેમણે કંટાળી રાધનપુર પોલીસ મથકે આવી એક મહિલા સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.રાધનપુરની મહિલા સહિત અન્ય શખ્સોએ હારીજના યુવકને મહિલાના ઘરે બોલાવી યુવકના બિભત્સ ફોટો તેમજ વીડિયો ઉતારી યુવક પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાના ઘરમાં પુરાયેલા યુવકને મહિલાએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરવાની ખોટી ધમકી આપી હતી. જ્યારે અન્ય શખ્સોએ યુવકને માર મારી તેની પાસે રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી. અંતે યુવક રાધનપુર પોલીસ મથકે આવી એક મહિલા સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
