Delhi

૧૧ જૂલાઈ સુધી બળવાખોર ધારાસભ્યોની ગેરલાયકાત અંગે કોઈ નિર્ણય લેવાશે નહીં ઃ સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા ફટકારેલી અયોગ્યતા નોટિસ વિરુદ્ધ મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવાખોર ધારાસભ્યોની અરજી ઉપર સોમવારે સુનાવણી કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ મામલે મુંબઈ હાઈકોર્ટમાં કેમ ન ગયા. ન્યાયમૂર્તી સૂર્ય કાંત અને ન્યાયમૂર્તી જે બી પારદીવાલાની પીઠે બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકિલ એન કે કૌલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દળનું ઉદ્ધવ ઠાકરે જૂથ અલ્પમતમાં છે અને રાજ્યની વ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું છે. કૌલે કહ્યું કે મુંબઈમાં આ ધારાસભ્યો માટે વાતાવરણ અનુકૂળ નથી કારણ કે તેમને ધમકી આપવામાં આવી છે. તેમણે અરુણાચલ પ્રદેશના નબામ રેબિયા કેસમાં સર્વોચ્ચ અદાલતના ર્નિણયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને ધારાસભ્યોની ગેરલાયકાતનો કેસ ચલાવવાનો અધિકાર નથી કારણ કે તેમને હટાવવા માટેની અરજી પેન્ડિંગ છે. કૌલે કહ્યું કે ૩૯ ધારાસભ્યો લઘુમતી જૂથની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શા માટે બળવાખોર શિવસેના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર દ્વારા જારી કરાયેલ ગેરલાયકાતની નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો નથી. બળવાખોર શિવસેના ધારાસભ્યોએ કોર્ટના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ “લઘુમતીમાં” છે અને સરકારી તંત્રને “નાશ કરવાનો પ્રયાસ” કરી રહ્યું છે. શિવસેનાના બળવાખોરોએ નબામ રેબિયાના ચુકાદાને ટાંકીને કહ્યું કે વિધાનસભાના ઉપાધ્યક્ષને ગેરલાયકાતની અરજી પર ર્નિણય લેવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને વચગાળાની રાહત આપતા કહ્યું કે ૧૧મી જુલાઈના રોજ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી તેમની ગેરલાયકાત અંગે કોઈ ર્નિણય લેવામાં આવશે નહીં. જ્યારે કામતે કહ્યું કે કોઈપણ અદાલતે ક્યારેય ગેરલાયકાતની પ્રક્રિયા પર રોક લગાવી નથી અને તે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડશે, ત્યારે જસ્ટિસ પારડીવાલાએ કામતને કિહોતો ચુકાદામાંથી ફકરો વાંચવા કહ્યું જે કહે છે કે સ્પીકરના ર્નિણય ન્યાયિક છે. તપાસ કોઈ અપવાદ નથી.

file-02-page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *