Maharashtra

મુંબઈના કુર્લામાં ૪ માળની ઈમારત ધરાશાયી

મુંબઈ
મુંબઈના કુર્લાના નાઈક નગર વિસ્તારમાં ૪ માળની ઈમારત ધરાશાયી થઈ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. જાે કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ફસાયા છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. દ્ગડ્ઢઇહ્લના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારે કહ્યુ કે અમે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. વળી, મ્સ્ઝ્ર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ દુર્ઘટના બાદ ૮ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ૨૦-૨૫ લોકો ફસાયેલા હોઈ શકે છે. મ્સ્ઝ્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા ૮ લોકોની હાલત સ્થિર છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે સ્થળ પર રાહત અને બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવા જણાવ્યુ હતુ. ઠાકરેએ કહ્યુ કે ૫-૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહીંની તમામ ૪ ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ એ પછી પણ લોકો આ ઈમારતોમાં રહેતા હતા. અમારી પહેલી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે. સવારે આ ઈમારતોને ખાલી કરાવવામાં આવશે ત્યારબાદ આ ઈમારતોને તોડી પાડવામાં આવશે. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે નોટિસ મળ્યા બાદ આ ઈમારતો ખાલી કરી દેવી જાેઈએ નહિતર આવા અકસ્માતો થતા રહેશે.

file-02-page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *