Gujarat

આઈપીએસ સંજીવ ભટ્ટને તિસ્તા શેતલવાડ કેસમાં અમદાવાદ લઈ જવાશે

પાલનપુર
અમદાવાદ પોલીસે તિસ્તા સેતલવાડ અને બી.આર. શ્રીકુમારની ધરપકડ કરી છે. જ્યારે સંજીવ ભટ્ટ સામે પાલનપુરની કોર્ટમાં ૨૫ વર્ષ અગાઉ પાલનપુરની હોટલમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસની ટ્રાયલ ચાલી રહી છે. જેથી તેઓ પાલનપુર સબ જેલમાં કેદ છે. જેમને આજે કોર્ટમાં ફરી રજૂ કરાયા છે. કોર્ટમાં મુદ્દત પૂરી થયા બાદ સંજીવ ભટ્ટને ફરીથી સબજેલમાં લઈ જવાશે. ત્યારબાદ તિસતા શેતલવાડ કેસમાં આજે અમદાવાદ લઈ જવાઇ શકે છે. મુંબઈથી ગુજરાત એટીએસ એ તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે ૧ જૂલાઈ સુધી જ બન્નેના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે જીૈં્‌ બનાવી છે જે આગળની તપાસ કરવામાં કરશે. જ્યારે સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરી તપાસ કરશે.ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા રમખાણો અંગે ખોટી માહિતી આપવા બદલ તિસ્તા શેતલવાડ, બી.આર.શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે કેસ નોંધ્યો છે. જેમાં સંજીવ ભટ્ટ સામે ૨૦૦૨માં સીએમની બેઠકમાં હાજર હોવાનું ખોટું નિવેદન આપી બનાવટી દસ્તાવેજાે ઊભા કરવાનો આરોપ છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ ૨૫ વર્ષ અગાઉ પાલનપુરની હોટલમાં ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં પાલનપુર સબ જેલમાં છે. જેમને પાલનપુરની કોર્ટમાં લઈ જવાયા છે. જ્યાંથી તેમને અમદાવાદ લઇ જવાઇ શકે છે.

file-02-page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *