ઊના – ઉનાના સનખડા ગામની સરકારી હોસ્પિટલ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ ગીર સોમનાથ જિલ્લા ભાજપ યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગીર સોમનાથ યુવા મોરચાના અધ્યક્ષ હીતેશભાઈ ઓઝાની આગેવાની હેઠળ અને પુર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, મહામંત્રી હનુભા ગોહિલ સહીતના મોરચાના હોદેદારો અને સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને હોદેદારો ઉપસ્થિત રહેલ અને આ રકતદાન કેમ્પ સફળ બનાવવા ઉના તાલુકાના યુવા મોરચાના ભાજપ ટીમ એ ભારે જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવેલ.


