જબુગામ સીએસસી ખાતે વાજપુર ગામની એક મહિલાને તારીખે 30 જૂન ના રોજ પ્રસુતિ થઈ હતી . રાજ્ય સરકાર ની ખીલખીલાટ સેવા દ્વારા પ્રસુતિ થયેલ માતા અને બાળકને ની:શુંલ્ક ઘરે મૂકવા જવાની વ્યવસ્થા ખિલખિલાટ સેવા મા કરવામાં આવેલી હોય છે ગઈ કાલ તારીખ 2 જુલાઈ ના રોજ પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુને જબુગામ ખિલખિલાટ સેવા પર ફરજ બજાવતા કેપ્ટન નીતિનભાઈ બારીયા વાજપુર ગામે મુકવા માટે ગયા હતા માતા અને નવજાત શિશુને ઘરે સહી સલામત મૂકી પાછા ફરતા હતા ત્યારે ખિલખિલાટ વાનમાં મોબાઇલની રિંગ સંભળાતા કેપ્ટન નીતિનભાઈએ વાનમાં તપાસ કરતા કોઈ દર્દીનો મોબાઇલ તેમને મળ્યો હતો કેપ્ટન નીતિનભાઈ બારીયા એ વાજપુર ગામના મહિલાના સંબંધીનો સંપર્ક કર્યો અને તેઓને જાંબુઘોડા સામુહિક આરોગ્ય ખાતે બોલાવી અંદાજિત 15 થી 17 હજારની કિંમતનો vivo કંપનીનો મોબાઈલ સુપ્રત કરી પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


