રીપોર્ટર. મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ શેઠ એમ આર હાઇસ્કુલ ખાતે ડાયરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર કાર્યક્રમનું આયોજન કઠલાલ ખાતે કરાયુ.આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ,ભાર્ગવભાઈ ભટ્ટ પ્રદેશ મહામંત્રી ભાજપ,વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ,ગોરધનભાઈ ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ,કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય માતર,રાજેશભાઈ પટેલ જિલ્લા ભાજપ મંત્રી,કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય,બિપિનભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ તેમજ કિરણસિંહ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાહતા. બ્રિજરાજદાન ગઢવી તથા રણજીતભાઈ વાંક દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી અને સૌએ ડાયરા નો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાટેરા ના રાજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.


