Gujarat

વડોદરામાં ભેજાબાજાેએ ૬૦ લાખની છેતરપિંડી આચરતા ૪ ઈસ્મો સામે ફરિયાદ

વડોદરા
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ભવર બંગલોમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અમિત ભવરલાલ ગોરે ફરિયાદ નોંધાવી હતી કે, ૨૦૧૨ દરમિયાન બલવીન્દર સિંગ બેગલસિંગ સંધુ (રહે. એ-૧૧, ઘનશ્યામ પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, વડોદરા) પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આથી પરિચિત હતા. બલવીન્દર સંધુએ જણાવ્યું હતું કે મુકુલભાઈ ઠાકોરભાઇ અમીન (રહે. ૩, દીપ મંગલ સોસાયટી, જેતલપુર રોડ, વડોદરા) કાયમ માટે અમેરિકા રહેવા જવાના છે. જેથી જેતલપુર રોડ ખાતેની દીપમંગલ સોસાયટીમાં આવેલ તેમનું ૪૫૭ ચોરસ મીટર પ્લોટ એરિયામાં મકાન નંબર ૦૩ વેચવાનું છે. દરમિયાન બલવિન્દર સંધુએ મકાન એન.આર.આઇ. મકાન માલિક સાથે મિટીંગ કરાવી હતી. અને મકાન જાેવા માટે ગયા હતા. તે સમયે મુકુલભાઈએ જણાવ્યું હતું કે , આ મિલકત મારી માતાના નામે છે તેમણે મને કુલમુખત્યાર નામુ કરી આપ્યું છે. જેથી મકાન જાેયા બાદ બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. જેમાં સાક્ષી તરીકે તેજસ સી. ભાવસાર અને બલવીન્દરસિંગ સંધુએ સહી કરી હતી. બાનાખત સમયે રૂપિયા ૬૦ લાખનો ચેક મુકુલભાઈ ઠાકોરભાઈ અમીનને આપ્યો હતો. અને મુકુલભાઈએ જણાવ્યું હતું કે, હું બે ત્રણ વર્ષમાં અમેરિકા જઈશ એટલે તમને વેચાણ દસ્તાવેજ કરી આપીશ. ફરિયાદમાં અમીત ગોરે જણાવ્યું છે કે, મકાન પેટે મારે ચૂકવવાના થતા ૧.૪૦ કરોડ આપી મકાનનો વેચાણ દસ્તાવેજ કરવા જણાવ્યું હતું. પરંતુ મને વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી વર્ષ ૨૦૧૭ દરમિયાન અમેરિકા જતા રહ્યા હતા. વર્ષ ૨૦૨૦ દરમિયાન આ મકાનના વેચાણ બાબતે નોટીસ પ્રસિદ્ધ થઈ હતી. જેમાં હિતેશકુમાર વલ્લભદાસ શાહે બંગલો વર્ષ ૨૦૧૫ માં વેચાણથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. અને તેનો બાનાખત મુકુલભાઈએ કરી આપ્યો હતો. બલવિંદર સંધુ પાસેથી આઈનોક્સની સામે આવેલ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન અધૂરું હોય મારા મિત્ર પંકજ શેઠે તે ૧૧ કરોડમાં લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ૮.૯૧ કરોડ લઇ દસ્તાવેજ કરવા બોલાવી તેમને છરી બતાવી બળજબરી પૂર્વક ૨.૩૯ કરોડ લઈ લીધા હતા. જે અંગે ગોત્રી પોલીસ મથકે અગાઉ ફરિયાદ નોંધાવતા બલવિન્દરસિંગ સંધુની અટકાયત કરી હતી. જે કેસના સમાધાન માટે રૂપિયા પરત આપવાનું જણાવી ઉપરોક્ત બંગલાનો ૧.૩૦ કરોડમાં દસ્તાવેજ કરી આપ્યો હતો. આમ ,મકાન વેચવાનું છે તેમ કહી ૨ કરોડમાં સોદો કરી મકાનનું બાનાખત કરી આપી ૬૦ લાખ રૂપિયાની રકમ લીધા બાદ અન્ય રકમ નહીં લઈ દસ્તાવેજ નહીં કરી આપી અન્ય વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી આચરી છે. બલવિન્દરસિંગ સંધુ અને તેમના પત્ની સંદિપકૌર સંધુએ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં મકાન મોર્ગેજ મુકી રૂપિયા ૨.૫૦ કરોડની લોન લીધી હતી. મકાનનું બાનાખત થઇ ગયું હોવા છતાં, અને સર્ચ રિપોર્ટમાં અમીત ગોરનું નામ હોવા છતાં, બેંક દ્વારા લોન આપી દેવામાં આવી હતી. આથી ૨.૫૦ કરોડની લોન પાસ કરનાર આઇસીઆઇસીઆઇ બેંક મેનેજર પણ શંકાના દાયરામાં છે. અમીત ગોરની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે એન.આર.આઇ. મુકુલ અમીન, ટ્રાન્સપોર્ટર બલવિન્દરસિંગ સંધુ, સંદિપકૌર બલવિન્દર સંધુ અને આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના મેનેજર સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વડોદરાના જાણીતા ટ્રાન્સપોર્ટને એનઆરઆઈએ મકાન વેચાણનો સોદો કર્યો હતો અને તેના બદલામાં બાનાખત કરી આપી રૂપિયા ૬૦ લાખ લીધા હતા. બાદમાં એનઆરઆઈએ પોતાના મકાનનો સોદો કરાવનાર ટ્રાન્સપોર્ટર મિત્ર પાસેથી રૂપિયા ૧.૪૮ કરોડ લઇ દસ્તાવેજ કરી આપ્યો હતો. દરમિયાન એનઆરઆઈપાસેથી મકાનનો દસ્તાવેજ કરી લેનાર મિત્રએ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી રૂપિયા ૨.૫૦ કરોડની લોન લઇ લીધી હતી. તે બાદ ભેજાબાજ મિત્રએ જૂની મિલકતના કેસમાં અન્ય વ્યક્તિને મકાન વેચાણનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ અંગે ટ્રાન્સપોર્ટરે એનઆરઆઈમકાન માલિક, બેંક મેનેજર અને ટ્રાન્સપોર્ટર દંપતી વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *