Gujarat

રાષ્ટ્રીય પાવર પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના પ્રમુખ નો તાજ : મણિલાલ ચાંંદોરા નાં શિરે  દીવ પ્રદેશ અધ્યક્ષ સાથે હવે  સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ તરીકે  મણિલાલ ચાંદોરા નિમણૂક કરવામાં આવી છે 

ભાચા અને ધોકડવા ગામના ખેડૂત પુત્રને વિશિષ્ટ કામગીરી કરવા બદલ જવાબદારી સોંપાય.
રાષ્ટ્રીય પાવર પાર્ટીના વફાદાર મણિલાલ ચાંંદોરાને દશ જિલ્લાનાં પ્રમુખની જવાબદારી
   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
બહુમુખી અને બહુ પ્રતિભા સારી વ્યક્તિત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામના ખેડૂત પુત્રને રાષ્ટ્રીય પાવર પાર્ટી દ્વારા પાર્ટીના વફાદાર રહીને તેમજ પાર્ટી વિશે ટુંકા સમયમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ પાર્ટીની વિચાર શૈલી સાથે જોડાયેલા મણિલાલ ચાંંદોરાને રાષ્ટ્રીય પાવર પાર્ટીના સૌરાષ્ટ્ર કચ્છ ના દશ જિલ્લાના પ્રમુખ તરીકે પાર્ટીના અધ્યક્ષ  દલપતભાઈ વણઝારા દ્વારા નિમણુક કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય પાવર પાર્ટી દ્વારા એક પ્રેસ નોટ માં જાહેર કરવામાં આવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય પાવર પાર્ટી દ્વારા મણીલાલ ચાંંદોરાને પોતાની સુદ બુદ્ધ અને પાર્ટી પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માં રાજકોટ, ગીરસોમનાથ,પોરબંદર, ભાવનગર, જુનાગઢ, દેવ ભુમીદ્વારકા, જામનગર, અમરેલી,મોરબી, સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોની સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ છે. જે પોતે પાર્ટી પ્રત્યે વફાદાર રહીને આવતા દિવસોમાં પાર્ટી વિશે વિશ્વાસપાત્ર સહાનીય કામગીરી કરી બતાવવા માટે પોતાને જવાબદારી સોંપવામાં આવી છે.
રાષ્ટ્રીય પાવર પાર્ટીના અધ્યક્ષ દલપતભાઈ વણઝારા એ  જણાવેલ કે મણિલાલ ચાંદોરા આગવી વિચાર શૈલી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં થોડા સમયમાં પાર્ટી પ્રત્યેની ફરજ નિષ્ઠા તેમજ કાર્યકર્તાઓ સાથેનો સંવાદ જોતા તેમની વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પાવર પાર્ટી દ્વારા તેમને સૌરાષ્ટ્ર કચ્છ ના ઝોન અધ્યક્ષ તરીકેની જવાબદારી સોપતા હું વ્યક્તિગત તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.  તેમ જ આવતા દિવસોમાં સૌ કાર્યકર્તા મિત્રો સાથે લોકોના પ્રશ્નને સુખ-દુઃખમાં ભાગીદાર થઈને અમારી પાર્ટી દ્વારા આમ જનતાના પ્રશ્નોને સળક થી લઈને સચિવાલય સુધી રજૂઆતો કરવામાં આવશે. તેવી હું અને અમારા સૌ પાર્ટીના કાર્યકર્તાઓને જાહેર જનતાને ખાતરી આપીએ છીએ.
આજે ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઘરનું ગુજરાત ચલાવ બહુ જ કઠિન અને દોહલું બની રહ્યું છે. દિન પતિ દિન વધતી જતી મોંઘવારીને લઈને રોજનું રોજ કમાનાર વ્યક્તિને પરિવારનો ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. જ્યારે રાજ્ય અને કેન્દ્રની સરકાર પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈને દેશની જનતાને ખૂબ જ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓથી ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે. જેથી અમારી રાષ્ટ્રીય પાવર પાર્ટી આમ લોકોના અવાજ સાથે જોડાઈને રાજ્યની જનતાને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સદાય તત્પર રહેશે તેવી પાર્ટીના કાર્યકર્તા અને નવનિયુક્ત સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ મણિલાલ ચાંદોરા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

IMG-20220708-WA0516.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *