સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથ,તા.૧૧: ચૂંટણીપર્વમાં બહોળી સંખ્યામાં યુવાનો-મહિલા મતદારો મતદાન કરે અને વધુમાં વધુ જનભાગીદારી યોજાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈદની ઉજવણી સાથે જ મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
વેરાવળ ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા ઈદ ઉજવતા તમામ મુસ્લિમ બિરાદરો સાથે મળીને ‘મારો મત મારો અવાજ’ અભિયાન હેઠળ દરેક લોકોને મત આપવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ રીતે ઈદનો તહેવાર પણ ખાસ બનાવ્યો હતો. નોંધનીય છે કે, જિલ્લાના મતદારો તેમના મતાધિકારનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તેમને વિવિધ માધ્યમો થકી જાગૃત કરવાના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉપરાંત કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને વોટર હેલ્પલાઈનના ઉપયોગ તેમજ મતદાર યાદીમાં નામ નોંધણી વિશે પણ માહિતી આપવામાં આવી હતી.હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


