Maharashtra

ભણસાલીની હીરામંડીમાં મનિષા કોઈરાલા સાથે મુમતાજ જાેવા મળી

મુંબઈ
મનિષા કોઈરાલાએ મુમતાજ અને ભણસાલી સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતા. ફોટો સામે આવતા લાગે છે કે, હીરામંડી સીરિઝમાં મુમતાજ પણ જાેવા મળશે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી હાલમાં પોતાની વેબસિરીઝ હીરામંડીમાં કામ કરી રહ્યા છે. નેટફ્લિક્સ પર આવનારી આ સિરીઝની ફેન્સ રાહ જાેઈ રહ્યા છે. ત્યારે હવે ભણસાલીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી મનિષા કોઈરાલા અને મુમતાજ એક સાથે જાેવા મળે છે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સંજય લીલા ભણસાલી સાથે મુમતાજનો ફોટો વાયરલ થતા લાગે છે કે, મુમતાજ પણ હીરામંડીમાં જાેવા મળી શકે છે. આ ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ફોટામાં ભણસાલી બન્ને અભિનેત્રીના ખભા પર હાથ મૂકીને પોઝ આપતા નજરે પડે છે. મનિષા કોઈરાલાએ આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. મનિષા કોઈરાલાએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે, લેઝેન્ડની સાથે. મને આ પ્રકારના લોકો સાથે રહેવું ખૂબ ગમે છે. મારા ચેહરા પર જ તમે ખુશી જાેઈ શકો છો. મહિમા ચૌધરી, દિપ્તી નવલ. અદિતિ રાવ હૈદરી સહિતના સેલેબ્રિટીઓએ આ ફોટા પર રિએક્ટ પણ કર્યુ છે. કમેન્ટમાં ફેન્સે સવાલ કર્યા કે, શું મુમતાજ આ વેબસિરીઝ હીરામંડીમાં કામ કરી રહી છે?. સાથે જે કેટલાક યૂઝર્સે પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. વેબસિરીઝ હીરામંડીની સ્ટોરી લાહોરના ફેમસ રેડ લાઈટ એરિયા હીરામંડીની ત્રણ રુપલલના સાથે જાેડાયેલી છે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ હીરામંડીમાં મનિષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતી રાવ હૈદરી કામ કરી રહી છે. આ સાથે ઋચા ચઢ્ઢા પણ સિરીઝમાં જાેવા મળશે. જાે આ સિરીઝમાં મુમતાજ જાેવા મળે તો તેઓ પડદા પર ૪૫ વર્ષ ફરીથી વાપસી કરશે

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *