લોકેશન.ખેડા-મહુધા
રીપોર્ટર.મકસુદ કારીગર
કિરીટભાઈ કાન્તિ ભાઈ શર્મા દ્વારા મહુધા જમાદાર ટ્રાવેલ્સ ની ઓફિસ પર થી લકઝરી બસ સાસ્તાપુર થી નડિયાદ આવવાં જવાં માટે નક્કી કરવામાં આવી હતી જેમાં નડિયાદ થી પરત સાસ્તાપુર આવી ગયાં પછી લકઝરી બસ મહુધા જમાદાર ટ્રાવેલ્સ ખાતે આવી પહોંચી હતી ત્યાર બાદ કિરીટભાઈ કાન્તિ ભાઈ શર્મા ને અચાનક ગળામાં સોનાનો દોરો ન દેખાતાં સાસ્તાપુર થી મહુધા પરત આવી જમાદાર ટ્રાવેલ્સ નાં માલિક ને જાણ કરી હતી જેમાં માલિક યાકુબ હુસેન દ્વારા ડ્રાઈવર મુર્તઝા ભાઈ તથા કંડકટર મોઈન ભાઈ ને જાણ કરતાં ડ્રાઈવર અને કંડકટર દ્વારા લકઝરી બસ ની સાફસફાઈ કરતાં તે દરમિયાન સોનાનો દોરો બસ ની સીટ પરથી મળી આવ્યો હતો જેમાં સોનાનાં દોરાની અંદાજે કિંમત એક લાખથી સવા લાખ રૂપિયાનું સોનાનો દોરો મુળ માલિક ને પરત કર્યો હતો સોનાનો દોરો પરત મળતાં કિરીટભાઈ કાન્તિ ભાઈ શર્મા દ્વારા જમાદાર ટ્રાવેલ્સ નાં માલિક યાકુબ હુસેન , ડ્રાઈવર મુર્તઝા ભાઈ તથા કંડકટર મોઈન ભાઈ નો ખુબ ખુબ આભાર માન્યો હતો આ સોનાનો દોરો મુળ માલિક ને પરત કરતાં એક માનવતા અને ઈમાનદારી ભર્યું કામ કર્યું હતું.

