International

ટિકટોક યુઝર છોકરાને મળવા વિદેશ પહોંચી અને…

ન્યુયોર્ક
મોર્ડન બનતા યુગમાં આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડેઈટ માટે મળવા ગયેલી છોકરીએ પોતાના અનુભવનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં મુક્યો છે. જે ખુબ વાઇરલ થઇ રહ્યો છે. સમંથા નામની એક ટિક્ટોક યુઝરે એક છોકરાને મળવા માટે પોતાના ખર્ચે વિદેશ ગઈ હતી. સમાન્થાએ જણાવ્યુ કે, છોકરા સાથે પ્રથમ મુલાકાત ફેઈસ ટાઈમ પર થઇ હતી. ત્યારબાદ છોકરી તે છોકરાને મળવા માટે વિદેશ જાય છે. ત્યાં પહોંચતાજ તે છોકરી બોયફ્રેન્ડના ઘરે જાય છે. પછી બંને હોટલમાં જાય છે અને ત્યાંજ રોકાઈ જાય છે. છોકરી જયારે સવારે જાગે છે ત્યારે તેને જાેયું કે છોકરો ગાયબ છે અને ત્યાં હાજર નહતો. સમંથાના આ વિડિઓને ૧૮ લાખથી વધુ લોકોએ જાેઈ લીધો છે. છોકરીએ વિડીઓમાં તે મેસેજ પણ બતાવ્યા કે, જે તેમણે છોકરાને કરેલા હતા પરંતુ છોકરાએ એનો કોઈ જવાબ આપ્યો નોહ્‌તો. સમંથા તેના બીજા વિડીઓમાં એ કેહતા નજરે પડી કે, તું મારી વોડકા પણ લઇ ગયો? વિડીઓમાં સમંથા એ જણાવ્યું કે, તેણે ઘણા ફોન પણ કર્યા પણ તેના ફોનનો પણ જવાબ આપવામાં નથી આવ્યો. છોકરાએ તે છોકરીને જણાવ્યુકે, અંગત પારિવારિક કામ હોવાને લીધે જવું પડ્યું હતું. વિડિઓ પર ઘણા યુઝર્સની કમેન્ટ્‌સ પણ આવી. એકે પૂછ્યું કે પુરુસો આવું કેમ કરતા હશે ? બીજાએ પૂછ્યુંકે, છોકરાને મળવા માટે ફ્લાઈટની ટિકિટ ખરીદી ત્યાં જવાની જરૂર કેમ પડી ? સમંથાન ને એક યુઝરે તો મદદ અંગે પૂછ્યું અને સલામતી અંગે સમાચાર પૂછ્યા. સમાન્થા એ કહ્યું કે, મને બોધ પાઠ મળી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *