Gujarat

ફરાર આરોપીને ઝડપવા ગયેલા પોલીસ પર જીવલેણ હુમલો

મોરબી,
ટંકારામાં પોલીસથી નાસતા ફરતા બે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પરંતુ પોલીસ કર્મીઓએ બન્નેની ધરપકડ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ ફર્લો સ્કોડના સહદેવસિંહ જાડેજા ,યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાનાઓને ચોક્કસ બાતમી મળી હતી કે, અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા અને મચ્છાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરૂ બાતમી મુજબ બે આરોપીઓને ઝડપવા નીકળ્યા હતા.અચાનક તેમના પર આરોપીઓએ હુમલો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આરોપીઓએ પોલીસકર્મી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. પોલીસે પણ સામે કાર્યવાહી કરતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *