Maharashtra

કેટરિના કૈફના જન્મ દિવસ પણ જાણીને તેના વિશે જાણી-અજાણી વાતો

મુંબઈ
સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક કેટરિના કૈફનો આજે જન્મદિવસ છે. કેટરીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા કરતા વધારે સમય પસાર કર્યો છે અને આ વર્ષ જ તે પરણીને ઠરીઠામ થઈ છે. બોલીવુડની ચુલબુલ અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફનો જન્મદિવસ છે. પોતાના અભિનય અને ડાન્સથી લોકોના દિલ જીતનારી કેટરીનાએ બે દાયકામાં ૪૦ કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નિષ્ફળ ફિલ્મથી શરૂઆત કરનાર કેટરિનાએ પોતાની મહેનતથી બોલીવુડમાં નામ કમાયું છે. કેટરિના કૈફને તેનું પહેલું કામ ૧૪ વર્ષની ઉંમરે મળ્યું હતું. હવાઈમાં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ તેને એક જ્વેલરી બ્રાન્ડ માટે કામ કર્યું હતું. સાથે સાથે તેણે મોડેલિંગ પણ કર્યું. લંડન ફેશન વીકમાં તેણે અનેક વાર રેમ્પ વૉક કર્યું. સાથે અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ માટે પણ કામ કર્યું. કેટરિના કૈફનું સાચું નામ કાંઈક અલગ છે. બોલીવુડમાં આવ્યા પહેલા આ સુંદરીનું નામ કેટરીના તુરકોટતે હતું. જાે કે આયેશા શ્રોફે તેને અટકમાં ફેરફાર કરવાની સલાહ આપી અને આ રીતે તેનું નામ કેટરીના કૈફ પડી ગયું. લોકો તેને લાડથી ‘કેટ’ કહીને બોલાવે છે. જાે કે, કેટરીનાને તે પસંદ નથી. કેટરિના દરેક ધર્મમાં માને છે. તેની કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તે મુંબઈના સિદ્ધી વિનાયક મંદિર, માઉન્ટ મેરી ચર્ચ જાય છે. સાથે જ તે અજમેર શરીફની દરગાહની પણ અચૂક મુલાકાત લે જ છે. ઢીંગલી જેવી દેખાતી કેટરિના કૈફના નામથી ઢીંગલી પણ બનાવવામાં આવી છે. જી હાં, વર્લ્ડ ફેમસ બાર્બી ડોલને કેટરિનાનું પણ સ્વરૂપ આવામાં આવ્યું છે. જે બોલીવુડની પહેલી એવી અભિનેત્રી છે જેના પરથી બાર્બી ડોલ બની છે. કેટરિના કૈફ એક્ટિંગમાં તો માસ્ટર છે જ. સાથે તે શતરંજની પણ સારી ખેલાડી છે. તેને ચેસ રમવું પસંદ છે. સાથે જ તેને પેઈન્ટિંગ પણ પસંદ છે. કેટરિનાની પસંદગીની રમતમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે. તમને જાણીના આશ્ચર્ય થશે કે, વર્ષોથી ભારતમાં રહેતી હોવા છતાં કેટરિના ભારતીય નાગરિક નથી. કેટરિના મૂળ રૂપે બ્રિટિશ નાગરિક છે અને વર્ક વિઝા પર તે ભારત આવે છે અને અહીં રહે છે.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *