Gujarat

સાવરકુંડલા શહેરમા ધગધગતો મુદ્દો એટલે એનટીઆર સંદર્ભે નગરપાલિકા દ્વારા થયેલ જાહેરાત..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ભૂતકાળમાં કોગ્રેસ બોડી શાસિત સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એનટીઆરમાં તે સમયે ઠરાવેલી શરતો હટાવી વેચાણ હક્કમાં નજીવા લતાદર લઈને શરત ફેરવી આપેલ. વર્તમાન નગરપાલિકા શાસકો દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે સંદર્ભે સાવરકુંડલા ધારાસભ્યશ્રીએ માનનીય કલેકટરશ્રી અમરેલી તથા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને આવા એનટીઆર પ્લોટ ધારકોને નજીવા લતાદર લઈને એનટીઆર ની શરતો હટાવવા પત્ર લખ્યો.. જો આ સંદર્ભે એનટીઆર શરત હટાવી વેચાણ હક્કમાં ફેરવવાની સાવરકુંડલા નગરપાલિકા દ્વારા મોટીમસ રકમ લેવામાં આવશે તો નાછૂટકે લોકહિતનાં રક્ષણ માટે ધારાસભ્યશ્રીએ અદાલતના દ્વાર ખખડાવવા પડશે તેવો ગર્ભિત ઇશારો પણ આ પત્ર દ્વારા કરી દીધો.
———————————————–
વર્ષ ૧૯૪૭ પહેલાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અમલમાં આવી તે સમયે ભાવનગર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સાવરકુંડલાની જગ્યાના ટોટલ માલિકી હક્ક નગરપાલિકાને આપેલ અને ત્યારબાદ કોંગ્રેસ નગરપાલિકા દ્વારા લોકોને સનદ અને લેખથી નજીવા લતાદર લઈને એનટીઆર ની શરતો નાખી વેચાણથી આપી હતી ત્યારબાદ પાલિકા દ્વારા ૧૯૮૩ આસપાસ ઘણા એવા પ્લોટો છે જેમાં લતાદર પ્રમાણે ચોરસવારના ૨૫ રૂપિયા જેવી નજીવી કિંમત લઈને વેચાણ હક્કમાં ફેરવી મંજૂરી આપી હતી. અને ત્યારબાદ ઘણા એવા પ્લોટો છે જેમાં એનટીઆર ની શરત દૂર થયેલ નથી. જેના અનુસંધાને હાલની ભાજપ શાસિત પાલિકા દ્વારા તારીખ ૨૦-૭-૨૦૨૨ ના સ્થાનિક દૈનિક પ્રકાશ પ્રિન્ટ નામની પત્રિકામાં એક જાહેરાત આપી જેમાં લોકોને જાણ કરેલ કે જે લોકો પાસે એનટીઆર ના પ્લોટ હોય તેઓએ દિવસ ૧૫ માં ફોર્મ ભરી જવા તાકીદ કરવામાં આવેલ. તેમાં જણાવેલ કે નગરપાલિકા દ્વારા નક્કી થયા મુજબની રકમ લઈને વેચાણ હક્કમાં ફેરવી આપવામાં આવશે. તો સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક વાર પૈસા લઈને વેચાણ કરવામાં આવેલ છે તો બીજી વાર શરત ફેરવવામાં નજીવા લતાદર  લઈને શરત ફેરવી આપવાની હોય નહીં કે મોટીમસ રકમો લેવાની  જેથી કરીને આવા પ્લોટ  ધારકો પાસેથી મોટીમસ રકમ વસૂલ કરવામાં ન આવે અને લતાદર પ્રમાણે ચોરસવારના ૨૫ થી ૩૦ રૂપિયા લેખે રકમ લઈને અને  એનટીઆર ની શરતો હટાવી વેચાણ હક્કમાં ફેરવી આપવામાં આવે તેવી લાગણી ધારાસભ્ય પ્રતાપ દુધાતે એક પત્ર દ્વારા અમરેલી જિલ્લા કલેકટર તથા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર દ્વારા રજૂઆતના સ્વરૂપે પહોંચાડી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો નગરપાલિકા દ્વારા પોતાની મનમાની કરીને બહુમતી સભ્યોના જોરે જનરલ સભામાં ખોટા ઠરાવ પસાર કરીને નાના માણસો પાસે મોટી મસ રકમ વસુલવાનુ ઠરાવવામાં આવશે અને જો મોટી રકમ લેવામાં આવશે તો ધારાસભ્યશ્રીએ લોકહિત માટે નાછૂટકે અદાલતના દ્વાર ખખડાવવા પડશે એવી ગર્ભિત ઇશારો પણ આ પત્ર દ્વારા કરીને લોકહિત જ સર્વોપરી એ ન્યાયે કદાચ કાનૂની મંડાણ થાય તો પણ ના ન કહેવાય.. જોઈએ હવે ધારાસભ્યે તો લોકહિત માટે હાકલ કરી દીધી હવે આગામી દિવસોમાં આ મુદ્દે કેવા સમીકરણો રચાઈ એ તો આગામી સમય જ કહેશે.. અંતે તો પછી પાર્થ ને કહો ચડાવે બાણ એ જ લક્ષ ધરાવતા ધારાસભ્યશ્રી લોકહિત અને લોકલાગણી માટે સંપૂર્ણ સજ્જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *