Gujarat

સુરતમાં નકલી સોનુ પધરાવતા ઠગને ઝડપી પાડી રૂ.૩ લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો રિકવર

સુરત
અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉત્રાણ સિલ્વર લકઝરીયાની બાજુમાં ૨૦ જૂનના રોજ ખોદકામ દરમિયાન સોનુ મળેલ છે. જે સોનું જરૂરીયાત હોવાથી વેચવાનું છે તેમ વાતચીત કરી વિશ્વાસમાં લઈ પ્રથમ અસલી સોનાનાં ત્રણ નાના દાણાઓ આપતા હતા. ફરીયાદીએ ચેક કરાવતા સાચુ સોનુ હોવાનું જણાય આવ્યો હતો. આરોપી પાસેથી બાકીનું રૂપિયા ત્રણ લાખમાં ખરીદવાનો નક્કી કરાયું હતું. ડુપ્લીકેટ સૌનુ પધરાવી પૈસા લઈ ફરાર થઈ જતા આ બાબતે અમરોલી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોહન પરમાર વિરુદ્ધ ગોહનો નોંધાયા બાદ અમરોલી પોલીસ દ્વારા તેની શોધખોર શરૂ કરવામાં આવી હતી. અમરોલી પોલીસને મળેલી બાતમીના આધારે સર્વેલસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોહન પરમારને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડ રૂપિયા અને સોનું રિકવર કર્યા હતા. સર્વેલા સ્ટાફ ની મદદથી આરોપીની ઓળખ કરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો . ડુપ્લીકેટ સોનુ આપીને આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીની મોરસ ઓપરેન્ડીએ પ્રકારની હતી કે તે અલગ અલગ જગ્યાએ જઈને શરૂઆતમાં સાચું સોનું બતાવે છે અને ત્યારબાદ વિશ્વાસ જીતી લઈને બીજું સોનું વેચી દે છે જે ડુપ્લીકેટ હોય છે અને મૂળ સોનાની રકમ જેટલી જ કિંમત લઈને ફરાર થઈ જાય છે. અમરોલી પોલીસ દ્વારા આરોપીએ શહેરભરમાં કેટલા ગુના આચર્યા છે. તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *