Gujarat

પોરબંદરમાં એક શક્શને દેશી તમંચા સાથે ઝડપી રૂ.૫૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો

પોરબંદર
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને એલ.સી.બીના ઈન્ચાર્જ પીઆઈ એન.એમ.ગઢવીની સુચના મુજબ એલ.સી.બી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરેશ આહિર,જીણા કટારા,ઉદય વરૂને મળેલ હકીકતના આધારે રેડ કરતા પેરેડાઇઝ સિનેમા પાછળ રબારી કેડા વિસ્તારમાંથી એક ઈસમને દેશી તમંચા સાથે ઝડપી પાડયો હતો. જેમાં બાલુ ઉર્ફે બાદલ દેવરાજ ગરચર (ઉ.વ.૩૦) રહે. પેરેડાઇઝ સિનેમા પાછળ રબારી કેડા પોરબંદર વાળાને દેશી હાથ બનાવટનો ચાલુ હાલતનો તમંચો નંગ-૧ કિમત ૫૦૦૦ તથા જીવતા કાર્ટીશ નંગ-૪ કીમત ૪૦૦ મળી કુલ રૂપિયા ૫૪૦૦ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી આવ્યો હતો. આરોપીને સદર તમંચો તથા જીવતા કાર્ટીશ નાગા કીશા મકવાણા રહે.બોખીરા પોરબંદર વાળો વેચાતો આપી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી બંન્ને વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હથીયારધારાનો ગુનો દાખલ કરી આગળના કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *