Gujarat

ટંકારામાં તસ્કરોનો ચોરીનો નિરર્થક પ્રયાસ પણ ઘરનો સામાન સહી સલામત

મોરબી
મોરબી જિલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ના હોય તેમ થોડા દિવસો પૂર્વે જ ટંકારા નજીક પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો હવે ટંકારા નજીક આવેલ જજના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મોરબી જિલ્લામાં કોણ સુરક્ષિત છે તે સવાલ ફરી ઉભો થયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના લજાઈ નજીક આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીના રહેવાસી અને સોસાયટીના મેનેજર સુંદરજીભાઈ હીરજીભાઈ અઘેરા (ઉ.વ. ૫૯) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ના સોસાયટીના તમામ બંધ મકાનમાં ચક્કર મારી જાેયું હોય ત્યારે બધા તાળા મારી બંધ હાલતમાં હતા. જાે કે સોસાયટીમાં મકાન ધરાવતા તૃપ્તિબેન ધીરજલાલ પડીયા જેઓ વ્યારા જજ તરીકે ફરજ બજાવે છે તેમના મકાનના મેઈન દરવાજાનું તાળું ના હોય અને દરવાજાનો નકુચો તૂટેલો જાેવા મળ્યો હતો. જેથી ચોરી થયાની શંકાએ તૃપ્તિબેન પડિયાના મકાનના ગાર્ડનમાં કામ કરતા જેન્તીભાઈ પ્રભુભાઈ ધામેચાને ફોન કરી જાણ કરી હતી. તેમણે નીશીતભાઈ પ્રવીણભાઈ પડિયાને જાણ કરી હતી. જેથી જીતુભાઈ વકીલ સાથે જેન્તીભાઈ પ્રભુભાઈ અને નીશીતભાઈ પ્રવીણભાઈ એમ ત્રણેય વ્યક્તિએ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં આવીને જાેયું ત્યારે મકાનનો નકુચો તૂટેલો હતો. અંદર જઈને જાેયું ત્યારે અંદરથી કોઈ ચીજવસ્તુ ચોરી થઇ ના હોય તેવું માલૂમ પડ્યું હતું. જેથી જીતુભાઈ વકીલે મકાન માલિક તૃપ્તિબેન ધીરજલાલ પડિયાને મોબાઈલથી વીડીયો કોલ કરી મકાન બતાવ્યું હતું અને ચીજવસ્તુ ચોરી થઇ ના હોવાની ખાતરી થઇ હતી. જેથી ચોરીના પ્રયાસ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *