Gujarat

કવાંટની હિન્દુ યુવતીને ભગાડી જનાર શખ્સને 4 દિવસના રિમાન્ડ

કવાંટ નગરમાં તા. 18ના રોજ એક હિન્દુ યુવતીને ભગાડી જનાર દાઉદી વ્હોરા સમાજના પરિણીત યુવાન અલીઅજગર પારાવાલા ઉપર થયેલ ફરિયાદને લઈ તેની ધરપકડ કરાઇ હતી. બાદ કોરોના અને લેબોરેટરી ચેક કરાવ્યા બાદ શનિવારે નામદાર કોર્ટમાં તેની વધુ તપાસ માટે હાજર કરાયો હતો. જ્યાં તપાસ કરનાર ઇન્ચાર્જ પીએસઆઈ જે. પી. મેવાડા દ્વારા રિમાન્ડ માગવામાં આવ્યા. જે તપાસની માગણી અંતર્ગત કોર્ટ દ્વારા યુવાન આરોપીના રિમાન્ડ તા. 26 જુલાઈના 4 વાગ્યા સુધીના મંજૂર થવા પામ્યા છે. પોલીસ વિભાગ દ્વારા 18 તારીખે બનેલ ઘટનાને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી તેને બિરદાવાઇ હતી.ઉલ્લેખનીય છે કે, કવાંટ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર.નં.-11184006220586/ 2022 ઇ.પી. કો 366, 376(2)(એન), 377, 504, 506(2) મુજબનો ગુનો નોંધાયો હતો. એલ.સી.બી પો.સબ ઈન્સપેક્ટર જે.પી.મેવાડા તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના ASI નિતેષભાઇ રાયસિંહ સહિત તમામ પોલીસ સ્ટાફે આ કેસમાં કામગીરી કરી સફળતા મેળવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220724-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *