Gujarat

વંથલી નજીક શાપુર ઓઝત નદી માંથી ધોરાજીના મુસ્લિમ યુવાનની લાશ મળી…….

સાતેક મિત્રો સાથે ન્હાવા પડેલ સમયે બની હતી દુર્ઘટના….
        વંથલી તાલુકાના શાપુર ગામ  પાસે થી પસાર થતી ઓઝત નદીમાં રવિવારે ધોરાજીના સાતેક યુવાનો નાહવા પડેલ હતા.જેમાં ધોરાજી નો ત્રણ બહેનો નો એક નો એક ભાઈ 26 વર્ષીય શાકિર શર્વદી ઓઝત નદીના પાણીમાં ગરકાવ થયો હતો.પાણીમાં ગરકાવ થયાના સમાચાર મળતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ. સ્થાનિક તરવૈયા અને એન.ડી.આર. એફ ટીમની મદદથી રેશ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું. 15 કલાક ની ભારે જહેમત બાદ ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ 26 વર્ષીય મુસ્લીમ યુવાન શાકિર સર્વદી  ની લાશ મળી આવી હતી.લાશ મળતાં ની સાથે જ પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.લાશને 108ની મદદથી પી.એમ માટે સિવિલ હોસ્પિટલ વંથલી ખાતે ખસેડવામાં આવી હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG_20220725_190325.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *