Gujarat

જેતપુર તાલુકાના મંડલીકપુર ગ્રામ પંચાયતમાં થયેલ કૌભાંડ અંગે ખુદ ભાજપ તાલુકા પંચાયતના સદસ્યએ ઉજાગર કર્યો

જેતપુર તાલુકા પંચાયતનાં ભાજપના સદસ્ય તાલુકા પંચાયત કચેરી ખાતે અરજી આપી
ગામના વિકાસના કામો માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી કૌભાંડ આચાર્યનાં આક્ષેપો કર્યા
જેતપુર તાલુકાના મંડલીકપુર  ગામમાં સરકાર દ્વારા ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલ પંચાયતમાં મહિલા સરપંચના પતિ દ્વારા ચેક ઉપર સહી કરી રૂપિયાનું ચુકવણુ કરી અને સરકારી નાણાનો દુરુપયોગ કરી કરેલ નાણાની ઉચાપતનું કૌભાંડ ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા સમગ્ર કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે જેમાં ગામના  સરપંચનાં પતિદેવ તેમજ ઉપસરપંચના પતિદેવ અને ગામના હાલના તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તાલુકા સદસ્યે વિકાસ અધિકારી પાસે માંગ કરી છે.
વિગતો મુજબ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં રહેતા અને તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય જીગ્નેશ રાદડિયા દ્વારા  ગામના હાલના સરપંચ શિલ્પાબેન હરેશભાઈ સેંજલીયા ના પતિદેવ હરેશભાઈ સેંજલીયા તેમજ ઉપસરપંચ જયાબેન કેશુભાઈ સરવૈયાના પતિ શ્રી કેશુભાઈ હિરાભાઈ સરવૈયાના નામે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવ્યા હોય ગ્રામ પંચાયતનો વહીવટ લાખો રૂપિયાનો ચલાવતા હોય તેમજ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટમાં ચેકમાં સહી કરી રુપિયાનુ ચુકવણુ  પોતાના અંગત લાભ હેતુ કે કોઇ અંગત સ્વાર્થ હેતુથી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યાનું સામે આવતા આજે મીડિયા સમક્ષ તાલુકા પંચાયતનાં સદસ્યે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેમજ જેતપુર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી
વધુ વિગતો મુજબ ભાજપના સદસ્ય નાં આક્ષેપો પ્રમાણે મંડલીકપુર ગામના સરપંચ હાલ મહિલ શિલ્પાબેન હરેશભાઈ સેંજલીયા હોઈ પરતું તેમના પતિદેવ હરેશભાઈ સેંજલીયા સમગ્ર કાર્યભાર સંભાળી રહ્યા છે.પરતું સરકારશ્રીના નિયમ મુજબ પંચાયતના નાણાકિય વહિવટ માટે દરેક ગામમાં સરપંચ અને તલાટી મંત્રીઓને ચેક કે અન્ય જગ્યાએ સહી કરવાની સતા આપેલ છે . હાલ પ્રવર્તમાન સમયમાં કોઈપણ નાણાકીય વહીવટ માટેના ચેકમાં સરપંચ અને તલાટી મંત્રીની સંયુકત સહી દ્વારા જ નાણાકિય વહિવટ થઈ શકે એવી જોગવાઈ છે .પરંતુ રાજકોટ જીલ્લાના મંડલીકપુર ગામમા મંડલીકપુર ગ્રામ પંચાયતમાં જાણે આ નિયમ લાગુ જ ના પડતો હોય અને ધરની પંચાયત હોય તે રીતે વહીવટ કરવામાં આવી રહયો છે . મંડલીકપુર ગ્રામ પંચાયતના બે એકાઉન્ટ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કમાં છે બેન્ક ખાતા નંબર  (1) 288001001614 તેમજ બેન્ક ખાતા નંબર (2) 288001001533 જેના ચેકમાં મંડલીકપુર ગામના સરપંચના પતિદેવ શ્રી હરેશભાઈ સેંજલીયા,તલાટીમંત્રી શ્રી એઝાઝભાઈ થયમ સાહેબની સહી દ્વારા લાખો રૂપિયાનો વહીવટ સરપંચના પતિદેવ દ્વારા કરવામાં આવે છે . એટલું જ નહી પણ તે બેન્કના ચેકમાં સરપંચ તરીકે સહી પણ સરપંચના પતિ ( હરેશભાઈ સેંજલીયા ) એના નામ જોગ જ કરે છે . જયારે મંડલીકપુર ગામપંચાયતનું ત્રીજુ એક બેન્ક એકાઉન્ટ ( 614002030322 ) શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો – ઓ . બેંક લી.માં આવેલ છે આ બેન્કના ચેકમાં સરપંચ શ્રી શિલ્પાબેન હરેશભાઈ સેંજલીયા અને તલાટી મંત્રી શ્રી એઝાજભાઈ થયમ દ્વારા વહીવટ કરવામાં આવે છે.ડબલ એન્જીનની સરકાર એવું તો સાંભળ્યુ હતું પણ આવી બે સરપંચ વાળી પંચાયત કદાચ ગુજરાતમાં એક જ હશે એવુ લાગે છે.આ ઉપરાંત આગળના વર્ષ ૨૦૨૦-૨૦૨૧ નો મંડલીકપુર ગામ પંચાયતના રોજમેળના અમુક પેઈઝ મારા હાથમાં આવતાં એને ચેક કરતાં એમા પણ ઉપસરપંચ જયાબેન કેશુભાઈ સરવૈયાના પતિ શ્રી કેશુભાઈ હિરાભાઈ સરવૈયાના નામે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવ્યા હોય છે તેમજ સરપંચના પતિ શ્રી હરેશભાઈ સેંજલીયાએ પણ પોતાના નામ જોગ ICICI બેક ખાતા નં.288001001614 લાખો રૂપિયાના બિલ કલિયર કરેલ છે.આવો સરસ મજાનો વહીવટ જોતા એવું લાગે છે કે રાંડી રાંડનું ખેતર અને બાવો રખોલીયો મોદી સાહેબનું સપનું છે કે દરેક ગામનો વિકાસ થાય , પાયાની પ્રાથમિક સુવિધાઓ મળે પણ આ વહિવટ જોતા તો એવું લાગે છે કે વિકાસ ગામનો નહિ પણ અધિકારીઓનો અને સરપંચ તથા ઉપસરપંચના પતિદેવનો થતો હોય એવું દેખાય છે .આ ભ્રષ્ટાચારમાં સામેલ સરપંચ , સરપંચના પતિદેવ,ઉપસરપંચ , ઉપસરપંચના પતિદેવ , તલાટીમંત્રી પર કાયદેસરના પગલા લેવામાં આવે અને આવા ભ્રષ્ટાચારી લોકોને કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમજ આજીવન ચુટણી લડવા પર પ્રતિબંધ મુકી દેશમાં આવા ભ્રષ્ટાચારીઓ માટે ઉદાહરણ પુરુ  ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવે નાણાના દુરુપયોગ અને ગેરરીતી સબબ જવાબદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા – કરાવવામાં આવે આ પ્રકરણમાં ગેરેરીતીમા જવાબદાર તમામ સામે યોગ્ય અને કાયદેસરની અને ધોરણસરની કાર્યવાહી કરવામાં તેવી માંગ કરી હતી
જેતપુર તાલુકા વિકાસ અધિકારી એન. ડી. કુંગશીયાને સમગ્ર ભ્રષ્ટાચાર મામલે પૂછતા જણાવ્યું હતું કે તાલુકા ભાજપના સદસ્યના આક્ષેપો પ્રમાણે મંડલીકપુર ગ્રામ પંચાયતના સરપંચનાં પતિદેવો દ્વારા બિલો લેવામાં આવેલ હોય જે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ વિરુદ્ધ છે.તેમજ અરજીમાં જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર તેમજ સમગ્ર રિપોર્ટ રાજકોટ ડીડીઓને સોંપવામાં આવ્યો છે જે તેમની કક્ષાએથી જે  પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ  સરપંચ તેમજ સરપંચના પતિદેવ અને ઉપસરપંચ તેમજ તેમના પતિદેવ અને હાલના તલાટી મંત્રી સામે ઉપરનાં આદેશો પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220725-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *