Gujarat

માંગરોળ રાણા સમાજ દ્વારા હરસિધ્ધી માતાજી નો ૧૭મો પાટોત્સવ ધામધૂમ થી ઉજવ્યો,,  જેમા ગોલાવાડ થી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢી માત્રી મંદીર પાસે હરસિધ્ધિ માતાજી ના મંદિરે પુર્ણ કરવામાં આવી ત્યાર બાદ માતાજીના ગરબા રમી મંદિર ના પટાંગણમા સૌ ભાઈ બહેનોએ ૫૦૧ દિવડાઓની સમુહ મહાઆરતી નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ. 

માંગરોળ રાણા સમાજ નુ અતિપૌરાણિક હરસિદ્ધી માતાજીનુ મંદિર ગોલારાણા વિસ્તારમા આવેલ હતુ જે વર્ષ મા એકજ વખત ખોલી માતાજી ની આરાધના દશઁન કરવાની પરંપરા રહી હતી ત્યારબાદ માતાજી ના સ્થાનને બદલી માત્રી વિસ્તાર મા નવા મંદિર ના નિર્માણ સાથે શ્રાવણ મહિના પ્રથમ સોમવારે પાટોત્સવ ઉજવવામા આવી રહ્યો છે વર્ષોજુની આ પરંપરાને આજે પણ રાણા સમાજ દ્વારા ખુબજ ઉત્સાહ અને શ્રદ્ધાભેર માતાજી સત્તરમોં પાટોત્સવ ની ઉજવણી કરાઈ જેમા સમુહ મહાપ્રસાદ સહીત ધજાઓ અને ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા તેમજ ગરબા ના આયોજન કરાયુ અને સાંજે સમાજના દરેક ભાઈ બહેનો એ ૫૦૧ દિવડા પ્રગટાવી સમુહ મા માતાજી મહાઆરતી કરી ધામધૂમ થી પાટોત્સવ ઉજવવામા આવ્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220802_090852.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *