Gujarat

માણાવદર તાલુકા તથા ગુજરાતમાં પશુઓને રસીકરણ ઝૂંબેશ ચલાવવા માણાવદર કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

(જીગ્નેશ પટેલ દ્વારા)
પર્વતમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં પશુઓમાં લંપી વાયરસ નામનો રોગ ફાટી નીકળ્યો છે રોગનો ભોગ બનનાર પશુઓ ટપોટપ મરી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા પશુઓમાં રસીકરણ ગોકળગાયની ગતિએ ચાલે છે પરિણામે પશુઓનું રસીકરણ ન થવાને કારણે ઢોરનો મૃત્યુ પામવાનો સિલસિલો સતત ચાલુ જ છે. અંગે માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા માણાવદર મામલતદાર મારફતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યું છે કે પશુઓમાં લંપી નામનો રોગ ફાટી નીકળ્યો હોવાથી કીમતી પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે રોગને કાબૂમાં લેવા ઝડપથી રસીકરણ થવું જોઈએ તે થતું નથી માણાવદર તાલુકા તથા આખા ગુજરાતમાં પશુઓને બચાવવા રસીકરણને વેગ આપવો જોઈએ અને જો આવું જ ગોકળ ગતિનું રસીકરણ ચાલશે તો પશુપાલકોને પોતાના પશુઓ ગુમાવવા પડશે માટે સરકાર વિનામૂલ્ય પશુઓને રસીકરણની કામગીરી ઝડપી બનાવે અને લંપીથી પશુપાલકોના જે ઢોર મૃત્યુ પામેલ છે તેને સરકાર 50000 રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવે તેમજ પાંજરાપોળો તથા ગૌશાળાઓમાં જે પશુઓ હોય તેની તકેદારી સરકારે રાખવી જરૂરી છે જો તાત્કાલિક અસરથી રસીકરણની ઝુંબેશ ચલાવવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે એમ આવેદનના અંતમાં જણાવ્યું છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220728_152507.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *