Gujarat

શ્રાવણ માસ દરમિયાન કેદીઓેને જેલ તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી

રાજકોટ
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથ ના ભક્તો શ્રાવણ માસ દરમિયાન તેમની પૂજા અને અર્ચના કરે છે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ ભક્તિભાવના દ્રશ્યો સર્જાયા હતા જ્યાં જેલમાં કુલ ૩૦૫ કેદીઓ સજા ભોગવી રહ્યા છે આ સર્વે કેદીઓએ શ્રાવણ માસમાં ઉપવાસ રહીને ભગવાનની આરાધના કરી છે અને જેલ તંત્ર દ્વારા પણ તેમને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ફરાળમાં ૧૦૦ ગ્રામ સિંગદાણા ૪૦૦ ગ્રામ સૂકીભાજી અને ૩ નંગ કેળા ઉપવાસ રહેનાર કેદીઓને નિયમિતપણે અપાય છે હિંદુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે.શ્રાવણ મહિના સાથે કેદીઓની આસ્થા જાેડાયેલી છે ત્યારે કેદીઓની આસ્થાને માન આપીને જેલમાં પણ ઉપવાસ કરતા કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જેલ તંત્ર દ્રારા જે કેદીઓએ ફરાળનું આયોજન કરાયું છે.જેમાં ઉપવાસ રહેતા દરેક કેદીને ૧૦૦ ગ્રામ સિંગદાણા, ૪૦૦ ગ્રામ બટાટાની સૂકી ભાજી, ૫૦ ગ્રામ ગોળ અને ૩ નંગ કેળા એક ટાઇમ ભોજન માટે આપવામાં આવે છે.દરેક કેદી માટે રસોડામાં પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમે આસ્થા સાથે શ્રાવણ મહિનો રહીએ છીએ.જેલમાં અમારા માટે વિશેષ વ્યવસ્થા છે અને પૂજન અર્ચન પણ કરી શકીએ છીએ.જેલ તંત્ર દ્રારા વિશેષ વ્યવસ્થાને કારણે અમે શ્રધ્ધાપૂર્વક શ્રાવણ માસ રહીએ છીએ. જેલમાં બંધ કેદીઓ શ્રાવણ મહિનામાં શિવનું પૂજન અર્ચન પણ કરી શકે છે.જેલમાં દરેક બેરેકમાં શિવલીંગ આવેલી છે.જે પણ કેદીઓને પૂજન અર્ચન કરવું હોય તેને કેન્ટીનમાંથી દૂધ આપવામાં આવે છે અને ફૂલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે.કેદીઓ પણ ભગવાનનો અભિષેક કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *