ગિરગઢડા
ભરત ગંગાદેવ
બાળકો રમતા રમતા શીખે અને શીખેલું પાકું થાય તે માટે તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ફાટસર શાળા માં બાળ સાંસદ ની રચના કરવામાં આવી.બાળકો ને પોતાના મતાધિકાર લઈ ને સંપૂર્ણ ચુંટણી પ્રક્રિયા ની સમજૂતી સામાજિક વિજ્ઞાન ના શિક્ષક સંગીતાબેન પટેલ અને સ્ટાફ મિત્રો દ્વારા આપવામાં આવી.મોબાઈલ એપ ની મદદ થી ઇવીએમ મશીન અને બેલેટ યુનિટ પણ બનાવવામાં આવ્યાં.ચુંટણી માટે જરૂરી સ્ટાફ ની પણ નિમણુંક કરવામાં આવી.કુલ ૩૮૨ બાળકો માંથી ૩૪૬ બાળકો અને શિક્ષકો એ મતદાન કર્યું.બાળકો માં આપણી લોકશાહી ના પાયાની સંકલ્પના સિદ્ધ થઈ.

