Gujarat

રાઠવા જાતિના દાખલા ના વિવાદ મામલે સરકારે પરિપત્ર કરી નિરાકરણ લાવતા સમગ્ર રાઠવા સમાજમાં ખુશીની લહેર ફેલાઈ છે 

રાઠવા જાતિના દાખલા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, કેટલાક રાઠવા જાતિના લોકોના દસ્તાવેજમાં કોળી શબ્દના પ્રયોગથી અનું સૂચિત જન જાતિના દાખલા મળતા ના હતા અને તેણે લઈ આદિવાસી હોવા છતાં સરકારી નોકરીમાં અડચણ ઉભી થતી, કેટલાક ને નોકરી મળ્યા બાદ પણ આદિજાતિના દાખલા ની ચકાસણી કરી તેઓની નિમણૂક અટકાવાય હતી જેને લઈ છોટાઉદેપુર જીલ્લામાં રાઠવા જાતિના સામાજિક આગેવાનો સહિત તમામ રાજકીય આગેવાનોએ આંદોલન કર્યા, તેવામા સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. સરકારના આદિજાતિ વિકાસ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં રાઠવા, રાઠવા કોળી કે કોળી રાઠવા એક જ છે અને તેઓને અનુસૂચિત જજાતિના ના પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો છે, સરકારના નિર્ણયને લઈ છોટાઉદેપુર જીલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ખુશી મનાવી રહ્યા છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પાવીજેતપુરમાં ટીમલી નૃત્ય કરી પોતાની ખુશી જાહેર કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220805_200633.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *