Gujarat

ગુજરાત નેશનલ લો યુનિ. ખાતે સુપ્રિમ કોર્ટના જસ્ટિસના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

ગાંધીનગર
જીએનએલયુ એ ૨૦૨૦ માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે આ કોન્વોકેશનનું આયોજન કર્યું હતું. કોવિડ રોગચાળાને કારણે દીક્ષાંત સમારોહ અગાઉ યોજાઈ શક્યો ન હતો. ત્યારે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહને બદલે પ્રત્યક્ષ સમારોહમાં તેમની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હતા. જેનાં પગલે જીએનએલયુ દ્વારા ૧૧ માં દીક્ષાંત સમારોહનું આયોજન કરીને કુલ ૨૪૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જે અન્વયે પાંચ વર્ષના સંકલિત એલએલબી પ્રોગ્રામના ૧૭૧ વિદ્યાર્થીઓ, એલએલએમ પ્રોગ્રામના ૬૧ વિદ્યાર્થીઓ, એમબીએ પ્રોગ્રામના ૧૨ વિદ્યાર્થીઓ અને ડોક્ટરલ પ્રોગ્રામના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પીએચડીની પદવી મેળવનારમાં ૧૯૯૧ બેચના કેરલા કેડરના આઈ.આઈ.એસ. અધિકારી ડો. રાજૂ નારાયણ સ્વામિનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિવિધ વિષયોમાં શૈક્ષણિક પ્રદર્શન માટે ૧૬ વિદ્યાર્થીઓને ૨૭ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાંથી ૧૫ મેડલ આઠ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. બીબીએ એલએલબી પ્રોગ્રામની સિમરન જૈનને સર્વાધિક ચાર ગોલ્ડ મેડલ મળ્યા હતા. અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેમણે આવા દૂષિત વાતાવરણથી પ્રભાવિત થયા સિવાય પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પોતાના ધ્યેય તરફ આગળ વધતાં રહેવું જાેઈએ. વિદ્યાર્થીઓને મૌનનું મહત્વ સમજાવતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, વકીલ તરીકે તેમના એક કેસમાં તેમના અસિલનો કેસ પ્રમાણમા ઘણો નબળો હતો. પરંતુ સામા પક્ષના વકીલે એવી બિંનજરૂરી અને ખોટી દલીલો કરી કોર્ટને એટલી તંગ કરી કે ન્યાયાધીશે તે કેસનો ચુકાદો તેમના અસિલની તરફેણમાં આપ્યો. ગુજરાતમાં વિશ્વ કક્ષાની કાયદાની યુનિવર્સિટી હોય તે તેમનું સ્વપ્ન હતું. તેમણે તે વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડ્યો, કે જેઓ તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમના પ્રયત્નોથી ૨૦૦૪ માં જીએનએલયુ ની સ્થાપના થઈ. તેમણે કહ્યું કે મને આનંદ છે કે ૧૮ વર્ષના ટૂંકા ગાળામાં, જીએનએલયુ દેશની ટોચની રેન્કિંગ લો યુનિવર્સિટી તરીકે ઉભરી આવ્યું છે. કમ્ફર્ટ ઝોનમાથી બહાર આવવાથી જ વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જીવનમાં પૈસા, પદવીઓ કે મેડલ મેળવવા જ પર્યાપ્ત નથી. પ્રત્યેક માણસે પ્રમાણિક્તા, નમ્રતા અને માનવતાના ગુણો આવશ્ય કેળવવા જાેઈએ. જીએનએલયુ ના કુલપતિ ડૉ. એસ. શાંથાકુમારે ૨૦૧૮-૨૦૨૩ની બેચના વિધાર્થીઓની સિદ્ધિનો પણ ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે આવતા વર્ષે એટલે કે ૨૦૨૩માં સ્નાતક થનાર આ વિદ્યાર્થીઓ પૈકી ૩૮ વિદ્યાર્થીઓને ઁિી-પ્લેસમેંટ જાેબ ઓફર મળી છે. જ્યારે તાજેતરમાં સમાપ્ત થયેલ ડ્ઢટ્ઠઅ ઢીિર્ પ્લેસમેંટ પ્રોસેસ દરમ્યાન દસ નામાંકિત લો ફર્મસે અન્ય ૩૮ વિદ્યાર્થીઓને ૭૫ જાેબ ઓફર આપી છે. આમ કુલ ૭૬ વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂરો થવાના એક વર્ષ પહેલા જ તેમના ડ્ઢિીટ્ઠદ્બ ર્ત્નહ્વ મળી ગયા છે.દેશની પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં યોજાયેલા અગિયારમો દીક્ષાંત સમારોહમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અને જીએનએલયુના વિઝિટર ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે કુલ ૨૪૭ વિદ્યાર્થીઓને એલએલએમ, એલએલબી, એમબીએ, ડોક્ટરલ અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *