૧૦- ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં અન્વયે જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ધરે તિરંગો લહેરાવવાનો સંકલ્પ કરાયો છે.
આ અંગેની માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જલ્પાબેન ક્યાડા જણાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ મળીને કુલ ૪૧૮ માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાઓ આવેલી છે. જેમાં કુલ ૪૬,૩૯૮ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વિપુલભાઈ ધુંચલા જણાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ મળીને કુલ ૧૧૭૨ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં કુલ 1,53,999 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં અન્વયે તિરંગા રેલી, ચિત્ર, સ્પર્ધા, રંગોળી સ્પર્ધા દેશભક્તિ ગીત, વગેરેનું આયોજન કરાયું હતું.


