Gujarat

ખત્રિવાડા ગામની રૂપેણ નદી પર પુલના અભાવે ગ્રામજનો પરેશાન

ઊના
ઉનાના ખત્રિવાડા ગામ ૬ હજાર વસ્તી ધરાવતું ગામ છે. આ ગામ બે ભાગમાં વહેચાયેલુ હોય વચ્ચેથી રૂપેણ નદી પસાર થાય છે. જેમાં સામાં કાંઠે ૩ હજાર તેમજ આ કાંઠા વિસ્તારમાં ૩ હજાર આમ કુલ ૬ લોકો વસવાટ કરે છે. ગામ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદીના સામા કાંઠે રહેતા ભરતભાઇ કરશનભાઇ પામકને પગના ભાગે ગંભીર ફેક્ચર થયેલ હતું. પરંતુ આ નદીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પુરના પાણી વહેતા હોવાથી નદી પાર કરી શકે તેમ ન હોવાના કારણે આ યુવાન ઘરમાં બે દિવસ સુધી પીડા સહન કરતો રહ્યો હતો. આ બાબતની જાણ આસપાસના લોકો અને સરપંચે થતાં ગામના યુવાનોએ આ દર્દીને ખાટલામાં સુવડાવીને નદીના વહેતા પાણીના પ્રવાહમાંથી પસાર થઇ નદી પાર કરાવી હતી. બાદમાં યુવાને હોસ્પીટલે પગની સારવાર લીધી હતી. આ દર વર્ષે ચોમાસાની સીઝનમાં પરેશાન ભોગવી રહ્યાં છે. આ નદી પર પુર બનાવવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે. નદીમાં પુર આવે ત્યારે સામે કાંઠેના લોકો જીવના જાેખમે નદી માંથી પસાર થતાં હોય છે. ત્યારે એક ગાય પણ સામે કાંઠે જવા પાણીમાં ચાલતી જતી હતી. ત્યારે અચાનક ગાયનો પગ લપસતા પાણીમાં તણાઇ ગઇ હતી. બાદમાં ગાય હિમ્મતભેર નદીના કાંઠે પહોચી બહાર નિકળી જતાં જીવ બચી ગયેલ હતો. ખત્રિવાડા ગામે રૂપેણ નદીમાં પુલના વાંકે દર વર્ષે ચોમાસા દરમ્યાન લોકો આ સમસ્યા ભોગવી રહ્યાં છે. ત્યારે ચુંટણી સમયે રાજકીય આગેવાનો મત મેળવવા પહોચી જતાં હોય અને ચુંટણી પત્યા બાદ દેખાતા નથી. ત્યારે ચુંટાયેલા રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ આ બાબતની સમસ્યાને ગંભીરતા લઇ નિવારણ લાવશે ખરા ?ઉનાના ખત્રિવાડા ગામેથી પસાર થતી રૂપણે નદીમાં પુલના વાંકે લોકોને જીવના જાેખમે પાણીમાંથી પસાર થવું પડે છે. આ નદી પર પુલ બનાવવા ગામ લોકોએ એનકવાર રજુઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણીયે હલતુ ન હોય તેમ લોકોને દર વર્ષે ચોમાસાની સીઝનમાં પરેશાની ભોગવી પડે છે. ત્યારે નદીમાં છેલ્લા ૩ દિવસથી પુરનું પાણી પસાર થતું હોવાથી દર્દીને હોસ્પીટલની સારવાર મળતી ન હોય. જેથી આ દર્દીને ખાટલામાં સુવડાવી નદી પાર કરાવ્યા બાદ હોસ્પીટલે જઇ સારવાર લીધી હતી.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *