Gujarat

તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનું યુવા ઉત્સવના આયોજન અંગે                    

ગત વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુર દ્વારા યુવા ઉત્સવનું તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનું આયોજન કરવામા આવેલ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ વિજેતા કલાકાર તબ્બકાવાર પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા, રાષ્ટ્ર કક્ષા સુધી જઇ શકશે. જેમાં ૧૫ થી ૨૯ સુધીની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી-બિન વિદ્યાર્થીઓ કોઇપણ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.
   તાલુકા કક્ષાએ અ-વિભાગ માં ૧૫ થી ૨૦ વર્ષ સુધીના , બ-વિભાગ ૨૦ થી ૨૯ વર્ષ સુધીના, ખુલ્લો વિભાગ ૧૫ થી ૨૯ વર્ષ સુધીના યુવક –યુવતીઓ ભાગ લઇ શકશે. તાલુકા કક્ષાની કૃતિઓમાં ૧.સાહિત્ય વિભાગની વકૃત્વ સ્પર્ધા, .નિબંધસ્પર્ધા૩, પાદપૂર્તિ , ગઝલ શાયરી લેખન ,કાવ્ય લેખન ,દોહા.છંદ.ચોપાઇ ,લોક વાર્તા સ્પર્ધા ૨.કલા વિભાગની સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા અને ૩. સાંસ્કૃતિક વિભાગ ની લગ્ન ગીત ,હળવું કંઠય સંગીત (હિંદુસ્તાની),લોક વાદ્ય સંગીત .શાસ્ત્રીય નૃત્ય, ભરત નાટ્યમ, ભજન ,સમુહ ગીત , એક પાત્રીય અભિનય વિગેરે કુતિઓમાં ઓફલાઈન ભાગ લઇ શકશે.
              જિલ્લા કક્ષાની લોક નૃત્ય ,લોક ગીત ,એકાંકી , શાસ્ત્રીય કંઠય સંગીત , સંગીત હિંદુસ્તાની , શાસ્ત્રીય કંઠય સંગીત-કર્ણાટકી ,વાંસળી ,સીતાર ,તબલા ,વીણાં ,મૃદંગમ , હાર્મોનીયમ-હળવું ,ગિટાર , શાસ્ત્રીય નૃત્ય- ભરત નાટ્યમ , શાસ્ત્રીય નૃત્ય-મણીપુર , શાસ્ત્રીય નૃત્ય-ઓડીસા , શાસ્ત્રીય નૃત્ય-કથ્થ્ક , શાસ્ત્રીય નૃત્ય-કુચીપુડી ,શીઘ્ર વકૃત્વ-(હિન્દી/અંગ્રેજી) વિગેરે કૃતિઓમાં ઓનલાઈન ભાગ લઇ શકશે.
       જે તે તાલુકા કક્ષાએ ઓફલાઈન કૃતિમાં ભાગ લેવા માટે એસ.એફ.હાઈસ્કુલ,છોટાઉદેપુર ખાતે શ્રી.વીડી.રાઠવા મો.૯૪૨૭૪૪૯૬૧૬, એકલવ્ય મોર્ડન રેસીડેંસી સ્કુલ, કવાંટ ખાતે શ્રી.મહેન્દ્રભાઇ મો.૭૫૬૭૧૦૭૫૭૮, શ્રીમતી એસ.બી.સોલંકી, નસવાડી ખાતે શ્રી તપનભાઇ શાહ મો.૯૪૨૮૩૦૩૨૧૫ શેઠ.એચ.એચ.શીરોલાવાલા હાઈસ્કુલ, બોડેલી ખાતે શ્રી જે.આર.શાહ મો.૯૪૨૭૦૭૮૯૭૦ શ્રી વી.આર.શાહ હાઈસ્કુલ, પાવી જેતપુર ખાતે શ્રી રિકેશભાઇ મો.૯૯૨૫૬૬૯૮૩૭, શ્રી ડી.બી.પારેખ હાઈસ્કુલ, સંખેડા ખાતે શ્રી મુકેશભાઇ પરમાર મો.૯૮૭૯૯૨૯૮૪૦ નો સંપર્ક કરવાનો રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *