Gujarat

પાટણમાં જાહેર રસ્તા પર બે આખલા વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ

પાટણ
પાટણ શહેરના ભરચક એવા બગવાડા દરવાજા વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે જામેલા આ યુદ્ધને શાંત પાડવા વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી બંને આંખલાઓને ભગાડવામાં આવતા વિસ્તારના રહીશો સહિત વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાટણ શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો આખલાઓ અને રખડતા ઢોરોના કારણે કોઈ નિર્દોષ લોકો શિકાર બને તે પહેલા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરના બગવાડા દરવાજા ખાતે સાંજે જાહેરમાં બે આખલાઓ બાખડ્યાં હતા. જાહેરમાં આખલા યુદ્ધ ખેલાતા ઘડીભર માટે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. તેમજ વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આંખલાઓના યુદ્ધને લઈને ઘડીભર માટે પોતાના વાહનો રોડ સાઈડ પાર્ક કરવાની ફરજ પડી હતી.

Page-44.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *