પોરબંદર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ તથા રાજ્યમાં ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે. જેના અંતર્ગત પોરબંદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામા ભાગ લેવા પહોંચ્યા હતા.તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યા પહેલા તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થાન કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે પૂજ્ય બા અને બાપુને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. સાથે જ કીર્તિ મંદિરની મુલાકાત સમયે તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ લખી હતી.હર ઘર તિરંગા યાત્રા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પોરબંદર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી તેમજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવાએ સુદામા ચોક ખાતેથી હર ઘર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ પગપાળા સુદામા ચોકથી રેલ્વે સ્ટેશન સુધી હાથમાં તિરંગા સાથે યાત્રામાં જાેડાયા હતા. હર ઘર તિરંગા યાત્રામાં તિરંગા સાથે હજારોની સંખ્યામાં શહેરીજનો પણ ઉત્સાહ સાથે જાેડાયા હતા. પોરબંદરના સુદામા ચોક ખાતેથી શરૂ થયેલ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પોરબંદરના વિવિધ માર્ગો પર ચાલીને સહભાગી થયા હતા અને પ્રજાજનોને શુભકામના પાઠવી હતી. હર ઘર તિરંગા યાત્રામાં જાેડાવા માટે પોરબંદર પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રા પૂર્વે જાહેરસભાને સંબોધન કર્યુ હતું. સુદામાચોક ખાતે આયોજીત જાહેરસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાગવતચાર્ય રમેશભાઈ ઓઝા તેમજ સાંસદ વિનોદ ચાવડા,રામ મોકરીયા તેમજ રમેશ ધડુક ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા હું મારી જાતને ધન્ય ગણું છું અને આઝાદીનો અમૃત મહોત્સવ દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્ર વીરોને યાદ કરવાનો અવસર તો છે જ સાથે સાથે દેશ માટે સમર્પિત થવાનો અવસર છે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આ વિકાસ યાત્રામાં પણ સહભાગી થવા તેઓએ અનુરોધ કર્યો હતો. તિરંગા યાત્રામાં રસ્તામાં ભાતીગળ સંસ્કૃતિ અને દેશ પ્રેમ રજૂ કરતા ટેબલોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.વિશાળ તિરંગાને ગરીમા સાથે લઈને યુવાનો નીકળ્યા ત્યારે પોરબંદરમાં હર ઘર તિરંગાનો અનેરો માહોલ સર્જાયો હતો.તિરંગા યાત્રાના સમાપન સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રેલવે સ્ટેશન પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.દેશભક્તિના ગીતો સાથે આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીની સાથે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા સહિતના સંતો,સાંસદ સભ્યો,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ,અધિકારીઓ,ઋષિકુમારો અને વિધાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉત્સાહભેર જાેડાયા હતા. આ તકે ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા કહ્યું કે,પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદર ખાતે હર ઘર તિરંગા યાત્રા એ રાષ્ટ્રભાવનાની નવી ચેતના જગાડી છે.ગુજરાત એ ભારત માતાનું લાડકું બાળક છે.ગુજરાતના રત્નોએ હંમેશ માટે દેશને નવી રાહ ચીંધી છે તથા દેશ એકજૂટ કર્યો છે.તેમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી હોય કે સરદાર પટેલ,પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય દરેકે દેશને એકજૂટ કર્યા છે.વડાપ્રધાનના અભિયાનને પોરબંદરની જનતા જન અભિયાન ગણી સર્વે લોકો ઘરે ઘરે તિરંગો લગાવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે,દરેક ભારતીયમાં એક ભારત છે.જેમ દરેક મંદિરમાં ધજા હોય છે તેમ તિરંગો રાષ્ટ્રના લોકોમાં વિશ્વાસ જગાવે છે,હર ઘર તિરંગા અભિયાન થકી લોકોમાં અતૂટ રાષ્ટ્રભાવના પ્રગટી છે તે અવિરત રહે તેમજ એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ થાય તે માટે સર્વે નાગરિકોને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આહવાનને દેશના નાગરિકોએ જન અભિયાન ગણીને હર ઘર તિરંગા લગાવ્યા છે. દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃતિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપડી વચ્ચે પોરબંદર ખાતે ઉપસ્થિત રહીને આપણો ઉત્સાહ વધારી રહ્યા છે.તેમજ રાષ્ટ્ર માટે એકસંપ થાય તથા નાગરિકોના હકો સાથે નાગરિકો પોતાની ફરજ સમજી સદૈવ માટે રાષ્ટ્રભાવના જાગૃતિ રાખે તેવી અપીલ પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો,આગેવાનો ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


