Gujarat

રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાએ કાલાવડ તાલુકાના શીશાંગ ગામે નવનિર્મિત ‘અમૃત સરોવર’ની મુલાકાત લીધી  

રૂ. ૧૫ લાખના ખર્ચે આ તળાવનું નિર્માણ કરાયું

 ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ’75 અમૃત સરોવર’ના નવીનીકરણ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યાંકને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અંદાજે કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે હેઠળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે રૂ. ૧૫ લાખના ખર્ચે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અમૃત સરોવરની રાજ્યના શ્રમ, કોશલ્ય વિકાસ, રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાએ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિરભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિર્તનબેન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર શ્રી મિતેષભાઈ પંડ્યા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી રાયજાદાભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *