બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં ૭૬ માં આઝાદી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.શાળાઓના બાળકો,શિક્ષકો,આગેવાનો ઘ્વારા સવારે ગામની પ્રત્યેક શેરીઓમાં જઈને પ્રભાત ફેરી ફરીને ભારતમાતા કી જય,વંદે માતરમ,શહીદો અમર રહો,આઝાદી અમર રહો,જય જવાન,જય કિસાન,આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે,ઇન્કલાબ જિંદાબાદના નારાઓથી શેરીઓ દેશ ભક્તિના સૂરોથી ગુંજી ઉઠી હતી.બાળકોના હાથમાં ત્રિરંગો,વિવિધ દેશ ભક્તોની તસવીરો,વિવિધ નારાઓના બોર્ડ જોવા મળ્યા હતા.શાળાઓમાં નક્કી કરેલ સમયે ગામના પ્રથમ નાગરિક વિનોદભાઈ તડવીના વરદ હસ્તે ઘ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.આઝાદીના પર્વની ઉજવણીમાં વંદે માતરમ,ઝંડા ગીત,રાષ્ટ્રીય ગીત જન ગણ મન ગીત,ગામના આગેવાનોનો શુભેચ્છા સંદેશ,જિલ્લામાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય દિનેશભાઇ ઢેબરિયાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો,વધુ વૃક્ષો વાવી તેનું રક્ષણ કરીએ,સ્વચ્છતા જાળવીએ,વ્યસનોથી દૂર રહીએના તમામ બાળકો,આગેવાનોએ સંકલ્પ લીધા હતા.આ ઉજવણીમાં ગામના બ્રહ્માકુમારીના સંચાલિકા બી.કે.સેજલબેન,ડે.સરપંચ મુચકંદભાઈ પટેલ,પંચાયત સદસ્યો જીવનભાઈ પટેલ,હેમાક્ષીબેન પંચોલી,એસએમસી અધ્યક્ષ ઇન્દ્રવદનભાઈ,સામાજિક કાર્યકર્તા ડો.જીગ્નેશભાઈ પંડ્યા સહીત આગેવાનો,વડીલો,શિક્ષકો અને નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


