ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતુ થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કદવાલ પો.સ્ટે. વિસ્તારના ગઢ ભીખાપુરા ગામના મેન ગેટ પાસે આવેલ અલસીંગભાઇ રણછોડભાઇ બારીયાની દુકાનમાં સુબીર રણજીત બારાઇ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પેકટીશ કરે છે અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોક્ટર તરીકેનું કામ કરે છે. જેથી એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સદર જગ્યાએ રેઇડ કરવા મોકલતા સુબીર રણજીત બારાઇ રહે.ગઢ ભીખાપુરા – તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર મુળ રહે.ફુલતલા બાલાપારા તા.હાબા જી.નોર્થ ૨૪ પરગનાસ રાજ્ય પશ્ચિમ બંગાળ નાનો ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ.૭૩૮૯/- ના મુદ્દામાલ મળી આવતા કદવાલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


