બોડેલી તાલુકા કક્ષાનો 76 મો સ્વાતંત્ર પર્વ બોડેલી તાલુકાના કડાછલા ગામે આદિવાસી સાર્વજનિક હાઈસ્કુલમાં મામલતદાર એચ એ શેખ ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો.જેમાં બોડેલી તાલુકા વિકાસ અધિકારી એ કે ઝાલા,નાયબ મામલતદાર રાજેશ ભટોલ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,બોડેલી બીઆરસી,કડાછલા સરપંચ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા.તાલુકા મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી બદલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના 18 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.કડાછલા સહીત આજુબાજુના ગામોમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્તોને મદદ કરી રાહત કામગીરી કરનાર સ્વયમસેવકોનું કડાછલા સરપંચે સન્માન કર્યું હતું બોડેલી તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કડાછલા હાઈસ્કુલ ખાતે બોડેલી મામલતદાર ના હસ્તે કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


