Gujarat

ભરૂચના વાલિયાની સોસાયટીમાં દીપડો આવતા રહીશો ઘરમાં કેદ

ભરૂચ
ભરૂચ જિલ્લાના વાલિયા ટાઉનની જલારામ સોસાયટી અને આસપાસના લોકો મંગળવારની રાત્રે કરી ચુક્યા છે. વાલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી એક કદાવર દીપડો રોજ રાતે ખોરાકની શોધમાં આવી ચઢે છે. અગાઉ આ ખૂનખાર દીપડાએ રખડતા શ્વાન, ગોવંશનું મારણ કર્યું હતું. રાત્રે આ દીપડાએ ૮ ફૂટ ઊંચી દિવાલ ફાંડી સલામતી માટે રાખેલા રોટવીલર ડોગનો જ શિકાર કરી લીધો હતો. સવારે પાલતું શ્વાનના માલિક અને નગરજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓ મારણ સાથે પાંજરું મૂકીને જતા રહ્યા હતા. જાેકે, ચલાક દીપડો રાતે વાલિયા ટાઉનમાં વહેલો આવી ચઢ્યો હતો. જે સીધો જ જલારામ સોસાયટીમાં ઘૂસી ગયો હતો. રાતે સોસાયટીમાં દીપડાની લટાર અને બિન્દાસ ફરતો જાેતા લોકોના ઘરના દરવાજા ફફડાટના માર્યે ફટાફટ બંધ થવા લાગ્યા હતા. ભયભીત બનેલા લોકોએ વન વિભાગને કોલ પર કોલ કરવાની શરૂઆત કરી દીધી હતી. અમારી સોસાયટીમાં દીપડો ફરે છે, ઘરની બહાર કઈ રીતે નીકળીએ. સામેથી વન ખાતાએ તમે ઘરની બહાર ન નીકળતા તેમ લોકોને જણાવી દીધું હતું. જાેકે, ગભરાયેલા લોકો વન વિભાગને સ્થળ પર તો આવો તેમ કહેતા આખરે તેઓ જીપ લઈ આવ્યા હતા. જાેકે, તે પેહલા જ દીપડો ભાગી જતા તેમના હાથ લાગ્યો ન હતો કે, પાંજરે પણ પુરાયો ન હતો.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *