ત્યારે બનાવની વિગત એવી છે કે અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે ઘનશ્યામભાઈ ચતુરભાઈ દેવાણી બપોરના ૩ વાગ્યે ખેતરે ચાલ્યા ગયા હોય ઘરે કોઈ ના હોય અને તાળું મારેલું હોવાને કારણે તસ્કરોએ લાગ જોઈને 10 થી 12 ફૂટની દીવાલ ટપ્પી ને અંદર આવ્યા હતા અને દરવાજા અને કબાટ ના લોક તોડી રૂપિયા 92000 જેવી રકમ ચોરી કરી ગયા હતા.ઘનશ્યામભાઈ ના જણાવ્યા પ્રમાણે તેઓ ખેતરે થી સાંજે 6 કલાકે 15 મિનિટે આવ્યા હતા લોક અને દરવાજા ખુલા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અંદર બધી ચીજ વસ્તુઓ આખા રૂમમાં વિખરાયેલી હતી.અને તેજુરી માંથી 92000 જે તેઓએ ખેતર ના કામ રાખ્યા હતા તે ગાયબ હતા.જેની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા તાલુકા પી.એસ આઈ સાંખટ સાહેબ અને તાલુકા પોલીસ ટીમ ધટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ હતી…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

