અમરેલીના એક કોંગ્રેસ નેતા દ્વારા ગઇકાલે ચીફ ઓફિસરને શહેરના રાજકમલ ચોકથી પાણી દરવાજા સુધીનો માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણીએ એક અખબારી યાદીમાં તેમને આડે હાથ લેતા વળતો જવાબ આપતા જણાવ્યું કે, આ રોડને નવો બનાવવા માટે સરકાર દ્વારા રૂ. ૩૮ લાખની મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં પણ કોંગ્રેસના નિવેદન બાજે પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરી છે. હાલ નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એજન્સીને કામ સોંપી નવો રોડ બનાવવા કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે આ રોડ માટે રકમ મંજૂર કરવામાં આવેલ હોવા છતાં કોંગ્રેસ નેતાના નિવેદનથી હાસ્યાસ્પદ માહોલ સર્જાયો છે.તેમ જણાવ્યું હતું…


