Gujarat

વલસાડમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ

વલસાડ
વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસે રેલીનું આયોજન કર્યુ હતું. વલસાડ કોંગ્રેસના કાર્યકરોએ સરકારના વિરોધમાં સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મોંઘવારી અંકુશમાં લાવવા બાબતે યોગ્ય રજૂઆત કરી હતી.દેશમાં વધતી મોંઘવારી સામે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી પર હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસી કાર્યકરોને અટકાવતા પોલીસ સાથે કાર્યકરોનું ઘર્ષણ થયું હતું. ઘઉંનો લોટ, મધ, ગોળ, દૂધ, દહીં, પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર જીએસટીના કારણે ભાવમાં કમ્મરતોડ વધારો થઈ રહ્યો છે. સાથે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવવધારાને કારણે પ્રજા ઉપર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. મોંઘવારી સામેની આ લડાઈને આગળ વધારવા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોઓએ કેન્દ્ર સરકાર સામે “મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *