હાર્દિક કાનાબાર પ્રાચી
લાખો લોકો એ મોક્ષ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરાવી ધન્યતા અનુભવી
પ્રાચી તીર્થ ખાતે આજે શ્રાવણ માસ ના અંતિમ દિવસ અને અમાસ નિમિતે માનવ મહેરામણ. ઉમટયું હતું ભાદરવી અમાસનાં તેમજ (સર્વ પિતૃ અમાસ) નામે ઓળખાતી આ અમાસે પ્રાચી તીર્થ ના અતિ પ્રચલિત એવા મોક્ષ પીપળે પાણી રેડવાનું અને પિતૃ તર્પણ કરવા ગત મધ્ય રાત્રી થીજ યાત્રી ઓની હરોળ જોવા મળી હતી . પ્રાચી તીર્થ જ્યાં આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આજે શ્રાવણ માસ નો અંતિમ દિવસ અને ભાદરવી અમાસ ને લઈ અહી પિતૃ કાર્ય માટે શુભ સ્થળ મનાય છે. કારણ કે પ્રાંચી ગામે ઐતિહાસિક મોક્ષ પીપળો આવેલો છે. શ્રીમદ્દ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. આજે ભાદરવી અમાસને લઈને લઈ લાખો લોકો પિતૃતર્પણ કરાવવા માટે પ્રાંચી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચી નાં પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું.કહેવાય છે કે, ‘સો વાર કાશી અને એક વાર પ્રાંચી’. સો વખત કાશી વિશ્વનાથનાં દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ત્યારે આજે મોટી અમાસ ને લઈને ગુજરાત સહિત દેશ ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રાંચી તિર્થે ગત રાત્રિ થીજ ઉમટી રહ્યા છે. પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રી ઓ પવિત્ર સરસ્વતિ ઘાટ માં સ્નાન કરી ને પ્રાચી તીર્થ ના ભુ દેવો (બ્રાહ્મણો) દ્વારા પૂજા અર્ચના કરાવી વિધિ વત અહીંના મોક્ષ પીપળે પાણી રેડાવી પિતૃતર્પણ કરાવીને સરસ્વતિ નદી કિનારે બિરાજ માન શ્રી માધવરાયજી મહારાજ ના ભાવ પૂર્વક દર્શન કરી સાધુ બ્રાહ્મણ ને યથા શક્તિ દાન દક્ષિણા આપી પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે. આ અમાસ નિમિતે પ્રાચી માં અંદાજે એક લાખ જેટલા યાત્રી ઓ મોક્ષ પીપળે પાણી રેડવા અને પિતૃ તર્પણ માટે પ્રાચી તીર્થ ક્ષેત્ર માં પધાર્યા હતા જેને લઈ નાના મોટા ધંધાર્થી ઓએ સ્ટોલ રાખી સારી આવક મેળવી હતીઆજ ના દિવસે યાત્રી ઓનો ઘસારો વધુ હોવા થી સુત્રાપાડા પોલીસ પણ ગત રાત્રી થી જ ખડે પગે રહી ટ્રાફિક જામ થતી અટકાવવા પૂરતો બંદોબસ રાખી મદદ રૂપ થયા હતા
પ્રથમ તસ્વીર પ્રાચી તીર્થ મોક્ષ પીપળો
તેમજ બીજી તસ્વીર માં પવિત્ર સરસ્વતી ઘાટ છે


