Gujarat

આણંદની કરમસદ પાલિકાએ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી

આણંદ
રખડતા ઢોરને કારણે સમગ્ર રાજ્યમાં અકસ્માતો થવાના બનાવ બન્યા છે એટલું જ નહી કેટલાય વાહન ચાલકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલાક ઈજાગ્રસ્ત પણ બન્યા છે. રાજ્ય સરકારે પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાનું વિચાર્યું છે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે એવો બે દિવસ પહેલા જ ર્નિણય લેવામાં આવ્યો છે.કરમસદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ૬૦ જેટલા પશુઓને ડબ્બે પુરવામાં આવ્યાં છે. સેનેટરી ઇન્સ્પેક્ટર કિરીટ પટેલ અને તેમની ટીમ દ્વારા ચીફ ઓફિસરના માર્ગદર્શન મુજબ તથા રાજ્ય સરકારની સૂચના અને ગુજરાત હાઇકોર્ટના દિશા નિર્દેશો મુજબ કરમસદ નગરપાલિકા શહેરી વિસ્તારના કરમસદ ચોકડી, સંદેશર ચોકડી, રામદેવપીર ચોકડી અને વિદ્યાનગર રોડ પરથી રખડતી ગાય અને અન્ય પશુ મળીને ૬૦ જેટલા પશુઓને પકડીને અજરપુરા ખાતેના પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, કરમસદ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ આગળ પણ કાર્યરત રહેશે, જેથી પશુપાલકોને વિનંતી કરવામાં આવી છે કે, પોતાના ઢોરને રસ્તા પર રખડતા ન મૂકે કે જેથી આમ જનતાને તકલીફ પડે. જાે આવા ઢોર કરમસદ શહેરી વિસ્તારમાં નજરે પડશે તો તેને પકડીને અજરપુરા ખાતેના પાંજરાપોળમાં મૂકવામાં આવશે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *